AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર

SBI એ ડિજિટલ ચેનલો દ્વારા ટ્રાન્ઝેક્શન પર શૂન્ય ચાર્જ સાથે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે.

SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર
State Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:15 AM
Share

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. SBI એ ડિજિટલ ચેનલો દ્વારા ટ્રાન્ઝેક્શન પર શૂન્ય ચાર્જ સાથે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે. યોનો સહિત ઇન્ટરનેટ બેંકિંગ/મોબાઇલ બેંકિંગ દ્વારા 5 લાખ સુધીના IMPS વ્યવહારો પર કોઈ સર્વિસ ચાર્જ લેશે નહિ . બીજી તરફ બેંક શાખાની મુલાકાત લઈને IMPSના સર્વિસ ચાર્જમાં હાલના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જોકે, રૂ. 2,00,000 થી 5,00,000. માટે નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે. રૂ.2 લાખ અને રૂ. 5 લાખની વચ્ચેની રકમ માટે IMPS દ્વારા પૈસા મોકલવા માટે ચાર્જ રૂ. 20 વત્તા GST રહેશે. IMPS પરના સર્વિસ ચાર્જ NEFT/RTGS વ્યવહારો પરના ચાર્જને અનુરૂપ છે.

કેટલો ચાર્જ લાગશે?

રૂ. 1 હજાર સુધીના વ્યવહારો પર કોઈ સર્વિસ ચાર્જ લાગતો નથી. IMPS હેઠળ રૂ. 1,001 થી રૂ. 10,000 માટે ૨ રૂપિયા વત્તા GST ચાર્જ લાગુ છે. રૂ.10,001 થી રૂ. 1 લાખના વ્યવહારો માટે રૂ. 4 વત્તા GST ચાર્જ વસૂલવામાં આવે છે અને રૂ.1 લાખ થી રૂ. 2 લાખના વ્યવહારો માટે રૂ. 12 વત્તા GST લાગુ છે. આ શુલ્ક માત્ર બેંક શાખામાંથી કરવામાં આવેલા વ્યવહારો પર જ લાગુ પડે છે.

IMPS એ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી લોકપ્રિય પેમેન્ટ સર્વિસ છે, જે રિયલ ટાઈમ ઈન્ટર બેંક ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે. આ સેવા રવિવાર અને રજાઓ સહિત 24 X 7 ઉપલબ્ધ છે. IMPS ને તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે કોઈપણ ખાતાધારકને ગમે ત્યારે, ગમે ત્યાં IMPS દ્વારા પૈસા મોકલી શકો છો. પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ગમે ત્યારે IMPS દ્વારા થોડીક સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

ત્રણ પ્રકારે પૈસા મોકલી શકાય છે

ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે, પરંતુ પૈસા મોકલવાની પદ્ધતિઓ અલગ છે. હકીકતમાં, ઓનલાઈન બેંકિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના ત્રણ રસ્તા છે, જેના દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં IMPS, NEFT, RTGS નામનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સેવાને લઈને મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગ્રાહકો હવે રૂ. ૫ લાખ સુધી એક દિવસમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. અગાઉ આ મર્યાદા રૂ. 2 લાખ હતી.

આ પણ વાંચો : તમારું Aadhaar Card ક્યા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો, અનુસરો આ સરળ સ્ટેપ્સ

આ પણ વાંચો : IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

g clip-path="url(#clip0_868_265)">