AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારું Aadhaar Card ક્યા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો, અનુસરો આ સરળ સ્ટેપ્સ

તમારું આધાર કાર્ડ તમારા કોઈપણ બેંક ખાતા સાથે લિંક થયેલું છે કે કેમ તે જાણવા માટે તમારે બેંક અથવા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી.

તમારું Aadhaar Card ક્યા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો, અનુસરો આ સરળ સ્ટેપ્સ
Aadhaar card
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 7:58 AM
Share

આધાર કાર્ડ (Aadhaar Card)આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. બેંક ખાતાથી લઈને સરકારી યોજનાઓ સુધીના લાભો મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આવકવેરા સંબંધિત કામો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. મોબાઈલ વોલેટના ઉપયોગમાં પણ આધાર કાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી આધાર કાર્ડને બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને પાન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આધાર કાર્ડ વગર કોઈપણ જરૂરી કામ કરવું મુશ્કેલ બની શકે છે.

એક માણસ પાસે એક આધાર કાર્ડ હોય છે. આધાર કાર્ડ ભલે એક હોય પણ માણસના ઘણા મોબાઈલ નંબર અને ઘણા બેંક ખાતા હોય છે. તો આ સમયે આધાર કાર્ડ બેંક ખાતા કે મોબાઈલ નંબર સાથે લિંકની સ્થિતિ મૂંઝવણમાં મૂકે છે.

તમારું આધાર કાર્ડ તમારા કોઈપણ બેંક ખાતા સાથે લિંક થયેલું છે કે કેમ તે જાણવા માટે તમારે બેંક અથવા આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી.

તમારું આધાર કાર્ડ ક્યા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલું છે તે તમે ઘરે બેઠા ઓનલાઈન જાણવા આ સ્ટેપ્સ અનુસરો

  • સૌપ્રથમ UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ની મુલાકાત લો
  • અહીં Your Aadhaar and Bank Account લિંક પર ક્લિક કરો.
  • અહીં તમારે તમારો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • UIDAI વેબસાઇટ પર આ OTP દાખલ કરો.
  • અહીં તમે લોગીન કરવાનો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો.
  • તમે લોગ ઈન થતા જ તમારા આધાર સાથે જોડાયેલા તમામ બેંક ખાતાઓની વિગતો જાહેર થઈ જશે.

આધાર કાર્ડ લોક કરી શકાય છે

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI તમને તમારા આધાર કાર્ડને લોક કરવાની સુવિધા પણ આપે છે. આધાર કાર્ડ લોક કરવાનો ફાયદો એ છે કે જો તમારું આધાર કાર્ડ ક્યાંક ખોવાઈ જાય તો કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં. આ રીતે આધાર સાથે જોડાયેલ તમારો ડેટા સુરક્ષિત રહે છે.

આધાર કાર્ડને લૉક કરવા માટે તમારે આધાર સાથે લિંક કરેલા તમારા મોબાઇલ નંબર પરથી 1947 પર GETOTP સંદેશ મોકલવાની જરૂર છે. મેસેજ મોકલ્યા પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. ‘LOCKUID આધાર નંબર’ લખીને આ OTP 1947 પર પાછા મોકલો. આ રીતે તમારું આધાર કાર્ડ લોક થઈ જશે.

આ પણ વાંચો : IT Refund : આવકવેરા વિભાગે કરદાતાઓને 1.54 લાખ કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારા રિફંડનું સ્ટેટ્સ અહેવાલની મદદથી

આ પણ વાંચો : Sovereign Gold Bond : આજે છેલ્લો દિવસ! સોનામાં સસ્તી કિંમતે રોકાણ સાથે વ્યાજનો લાભ આપતી યોજના આજે બંધ થશે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">