AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની ડિજિટાઈઝેશન ડ્રાઈવ પર SAP ઈન્ડિયાનો મોટો દાવ, જાણો શું કહ્યું MD કુલમિત બાવાએ ?

વધુમાં કંપનીના પ્રમુખે (Kulmeet Bawa) જણાવ્યું કે "ભારતની અદ્ભુત વૃદ્ધિનો ભાગ બનવાનો અમને ખરેખર ગર્વ છે. અમે આગળના દાયકાઓની રાહ જોઈ રહ્યા છીએ, જે ખૂબ જ રોમાંચક હશે."

ભારતની ડિજિટાઈઝેશન ડ્રાઈવ પર SAP ઈન્ડિયાનો મોટો દાવ, જાણો શું કહ્યું MD કુલમિત બાવાએ ?
Kulmeet Singh Bawa
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:09 PM
Share

લેખક-રાકેશ ખાર

SAPના સંદર્ભમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક બની ગયું છે અને આવનારા સમયમાં તેના વૈશ્વિક સાથીદારોને પાછળ છોડી દેવા માટે ભારત તૈયાર છે. SAPના પ્રમુખ અને MD કુલમિત બાવાએ (Kulmeet Bawa)  TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમની કંપની સૌથી ઝડપથી વિકસતી SAP તેમજ ટેક્નોલોજી ક્ષેત્રે આગવી નામના મેળવી છે. વધુમાં તેમણે કહ્યું કે અમે ડિજિટાઈઝેશન ડ્રાઈવનું (Digitization drive) નેતૃત્વ કર્યું છે. આજે 25 વર્ષ પૂર્ણ થયાં છે અને SAP ઈન્ડિયા ભારતમાં સારો એવો બિઝનેસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે SAPએ 1996માં કંપનીનું મુખ્યાલય બેંગલોરમાં (Bangalore) અને અન્ય ઓફિસ મુંબઈ, નવી દિલ્હી અને કોલકાતામાં ખોલી હતી. આ ઉપરાંત દેશના નવ શહેરોમાં તેણે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં માર્કેટ એસોસિએટ્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું.

ભારતની અદ્ભુત વૃદ્ધિનો ભાગ બનવાનો અમને ખરેખર ગર્વ છે: બાવા

વધુમાં કંપનીના પ્રમુખે (Kulmeet Bawa) જણાવ્યુ કે “ભારતની અદ્ભુત વૃદ્ધિનો ભાગ બનવાનો અમને ખરેખર ગર્વ છે. અમે આગળના દાયકાઓની રાહ જોઈ રહ્યા છીએ, જે ખૂબ જ રોમાંચક હશે. “ઉલ્લેખનીય છે કે કંપનીના પ્રમુખ બાવા ભારતના વિકાસને લઈને ખૂબ જ આશાવાદી છે.

તેઓએ કહ્યું કે “ભારત ક્વોન્ટમ લીપ લેવા માટે તૈયાર છે. આ માટે ઘણા મહત્વપૂર્ણ પરિબળો છે. તેમાં ગ્રાહક બજાર, વ્યવસાય સંસ્કૃતિ, તકનીકી પ્રતિભા અને વસ્તી વિષયક ફાયદા વગેરેનો સમાવેશ થાય છે. હું માનું છું કે બે વર્ષની અનિશ્ચિતતા બાદ માત્ર ઈકોનોમિક ઈન્ડિકેટર જ નહીં, પરંતુ એક ડિજિટલ ઈન્ડિયાના નવા અવતારના પણ અમે સાક્ષી છીએ.

સંપૂર્ણ ચિત્ર કોરોના મહામારીનો સમયગાળો પૂરો થયા બાદ જ બહાર આવશે

ટેક્નોલોજીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમ જણાવતા કુલમિત બાવા ભારતમાં તૈયાર થતાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમમાં વિવિધ સુવિધાઓ જણાવતા કહ્યું કે “આ બધા માટે ટેક્નોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ સાધન હશે. એન્ટરપ્રાઈઝ, SME અને ડિજિટલ નેટવર્ક વચ્ચેનો તફાવત ઓછો થઈ રહ્યો છે. “જો કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે તે કેવી રીતે કામ કરશે તેનું સંપૂર્ણ ચિત્ર કોરોના મહામારીનો સમયગાળો પૂરો થયા બાદ જ બહાર આવશે.

વધુમાં બાવાએ કહ્યું કે “કોરોના મહામારીએ ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે. હવે લોકો ક્લાઉડ બિઝનેસના ફાયદા સમજી રહ્યા છે. તેથી માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગો પણ આ ડોમેન અપનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે SAP ઈન્ડિયા ક્લાઉડના ક્ષેત્રમાં બિઝનેસમેનોને નવી રીતે બિઝનેસ ચલાવવા માટે RISE નામની કોન્સિયર સર્વિસ પૂરી પાડે છે. તેના 80 ટકા ગ્રાહકો નાના ઉદ્યોગો છે.

ડિજિટાઈઝેશનને વેગ આપવા માટે પ્રયત્નો કરવામાં આવશે

SAPની બીજી પહેલ ગ્લોબલ ભારત મૂવમેન્ટ છે. તે એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે ભારતીય બિઝનેસ MSME ડિજિટલ ટેક્નોલોજી અપનાવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે. ડિજિટાઈઝેશનને વેગ આપવા અંગેની નીતિઓ અંગે બાવાએ જણાવ્યુ કે “અમે ક્લસ્ટર-આધારિત ભંડોળ તરફ ધ્યાન આપી શકીએ છીએ. જ્યાં સરકાર અને ઉદ્યોગ સાથે મળીને કામ કરશે. બિઝનેસ વર્ટિકલના સંદર્ભમાં SAP ઈન્ડિયા પ્રમુખે જણાવ્યુ કે ભારત જીડીપીના 60 ટકાની નજીક પહોંચી ગયું છે.

આ પણ વાંચો: Gautam Adani બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, Mukesh Ambaniને છોડ્યા પાછળ

આ પણ વાંચો: આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મંત્રાલયે કહ્યું સામાન્ય થશે ઉડાન સેવા

g clip-path="url(#clip0_868_265)">