સબકા સપના મની મની: દર મહીને સેલેરીમાંથી કરેલુ આટલુ રોકાણ માત્ર 16 વર્ષમાં જ તમને બનાવશે કરોડપતિ, જાણો ક્યાં રોકાણ કરવુ પડશે
અમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP વિશે વાત કરી રહ્યા છીએ. આ પ્લાનમાં પૈસાનું રોકાણ કરીને તમે સરળતાથી મોટું ફંડ બનાવી શકાય છે. તમે રોજ 10 રૂપિયા કે તેથી વધુ રુપિયાનું રોકાણ કરીને એક કરોડથી વધુ પૈસાના માલિક કેવી રીતે બની શકો છો.

દેશમાં મોંઘવારી વધતા ખર્ચાઓને પૂરા કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે, જેના કારણે દરેક લોકો પૈસા બચાવવાની ચિંતામાં છે. આજના સમયમાં મહેનત કર્યા પછી પણ જરૂરિયાતના સમયે લોકો પાસે પૈસા બચતા નથી. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને એક એવા રોકાણ વિશે જણાવીશું, જેમાં તમે માત્ર 10 રૂપિયાની બચત કરીને પણ કરોડોનું ફંડ બનાવી શકો છો.
અમે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP વિશે વાત કરી રહ્યા છીએ. આ પ્લાનમાં પૈસાનું રોકાણ કરીને તમે સરળતાથી મોટું ફંડ બનાવી શકાય છે. તમે રોજ 10 રૂપિયા કે તેથી વધુ રુપિયાનું રોકાણ કરીને એક કરોડથી વધુ પૈસાના માલિક કેવી રીતે બની શકો છો. તમે જેટલા વધુ નાણાંનું રોકાણ કરશો, તેટલા જ ઓછા વર્ષમાં તમે તમારા કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.
જો તમે દર વર્ષે 18 હજાર રુપિયાનું દર મહીને રોકાણ કરો છો તો માત્ર 16 વર્ષમાં જ તમારા કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. તેના માટે તમારે 16 વર્ષમાં કુલ
5 વર્ષે કેટલુ ભંડોળ એકત્ર થશે ?
જો કુલ 5 વર્ષ માટે દર મહીને 18 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 10,80,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 4,04,755 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 14,84,755 રુપિયા બને છે.
12 વર્ષે કેટલા નાણા બનશે ?
જો કુલ 12 વર્ષ માટે દર મહીને 18 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 25,92,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 55,17,792 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 58,00,539 રુપિયા બને છે.
16 વર્ષે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો !
જો કુલ 16 વર્ષ માટે દર મહીને 18 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 34,56,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 70,08,807 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 1,04,64,807 રુપિયા બને છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)