સબકા સપના મની મની : મહીને માત્ર 9 હજાર રુપિયાનું રોકાણ કરવાથી બની જશો કરોડપતિ, જાણો કેટલા વર્ષ લાગશે ?
તમે મહીને માત્ર 9 હજાર રુપિયાનું રોકાણ કરીને તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. તમે દર મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરીને 21 વર્ષ સુધીમાં જ તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.તમે 21 વર્ષ સુધીમાં 1,02,48,068 રુપિયાનું ભંડોળ એકત્ર કરી શકો છો.
દરેક વ્યક્તિ પોતાના નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવા માગે છે. તેઓ ઇચ્છે છે કે તેમના નાણાંનું એવી જગ્યાએ રોકાણ કરવામાં આવે, જ્યાં જોખમ ઓછુ હોય અને વળતર પણ સારુ મળી રહે. તો તમારા માટે SIP એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખૂબ જ સારો વિકલ્પ છે. તમે SIP કરીને તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પણ પુરુ કરી શકો છો. જાણો કેટલા વર્ષ માટે કેટલુ રોકાણ કરવાનું રહેશે.
તમે મહીને માત્ર 9 હજાર રુપિયાનું રોકાણ કરીને તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. તમે દર મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરીને 21 વર્ષ સુધીમાં જ તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.તમે 21 વર્ષ સુધીમાં 1,02,48,068 રુપિયાનું ભંડોળ એકત્ર કરી શકો છો.
9000 રૂપિયામાં કેવી રીતે બનશો કરોડપતિ ?
જો તમે આજથી જ SIPમાં દર મહિને 9000 રુપિયાનું રોકાણ કરો છો, તો લગભગ પછીના 21 વર્ષમાં જ તમે કરોડપતિ બની જશો. તેના માટે તમારે શિસ્તબદ્ધ રીતે સતત રોકાણ કરતા રહેવુ જરુરી છે. તમે 21 વર્ષ સુધી સતત રુપિયા 9 હજારનું રોકાણ કરો છો તો તમે 1,03,67,167 રુપિયાનું ભંડોળ એકઠુ કરી શકો છો.SIPમાં અત્યાર સુધીનો ઇતિહાસ જોવામાં આવે તો સરેરાશ 12 ટકા અથવા તેનાથી વધુ વળતર મળતુ આવ્યુ છે.
10 વર્ષ સુધી SIP
તમે 10 વર્ષ માટે મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 20,91,052 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 10,80,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 10,11,052 રૂપિયાનું વળતર મળશે.
15 વર્ષ સુધી SIP
જો તમે 15 વર્ષ માટે મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 45,41,184 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 16,20,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 29,21,184 રૂપિયાનું વળતર મળશે.
20 વર્ષ સુધી SIP
જો તમે 20 વર્ષ માટે મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 89,92,331 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 21,60,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 68,32,331 રૂપિયાનું વળતર મળશે.
21 વર્ષ સુધી SIP
જો તમે 21 વર્ષ માટે મહીને 9 હજાર રુપિયાનું રોકાણ કરો છો અને ઓછામાં ઓછું 12 ટકા વાર્ષિક વળતર મેળવો છો, તો તમે અંદાજે 1,02,48,068 રુપિયાનું ફંડ બનાવશો.જેમાં રોકાણની કુલ રકમ 22,68,000 રૂપિયા થશે અને સંપત્તિમાં 79,80,068 રૂપિયાનું વળતર મળશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)