સબકા સપના મની મની: 17 વર્ષ સુધી 17 હજાર રુપિયાનું કરો રોકાણ, બની જશો કરોડપતિ, જાણો શું છે ગણિત
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પોલિસી એટલે કે SIPમાં રોકાણ કરીને લાંબા ગાળે સારું વળતર પણ મેળવી શકાય છે. તેમાં FD અથવા બેંકમાં બનેલી અન્ય યોજનાઓમાંથી પણ વધુ વ્યાજ મેળવી શકાય છે. કારણ કે SIPમાં તમને કમ્પાઉન્ડ રિટર્ન મળે છે. તમે કેટલા સમયગાળામાં કરોડપતિ બનવા માગો છો તે લક્ષ્યના આધારે તમે SIP કરી શકો છો.

લોકો મોટુ વળતર મેળવવા માટે પોતાના નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા હોય છે. ઘણા લોકો તેમની આવકનો અમુક ભાગ બચાવીને તેનું રોકાણ કરતા હોય છે. તમે પોતાના નાણાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને મોટુ ભંડોળ એકત્ર કરી શકો છો. તમે દર મહીને થોડુ થોડુ રોકાણ કરીને તમારુ કરોડપતિ બનવાનું સ્વપ્ન પણ પૂર્ણ કરી શકો છો. SIP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે દર મહીને નિશ્ચિક રકમનું રોકાણ કરીને કરોડપતિ બનવાનું તમારુ સ્વપ્ન પૂર્ણ કરી શકો છો.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પોલિસી એટલે કે SIPમાં રોકાણ કરીને લાંબા ગાળે સારું વળતર પણ મેળવી શકાય છે. તેમાં FD અથવા બેંકમાં બનેલી અન્ય યોજનાઓમાંથી પણ વધુ વ્યાજ મેળવી શકાય છે. કારણ કે SIPમાં તમને કમ્પાઉન્ડ રિટર્ન મળે છે. તમે કેટલા સમયગાળામાં કરોડપતિ બનવા માગો છો તે લક્ષ્યના આધારે તમે SIP કરી શકો છો.
10 વર્ષે કેટલુ ભંડોળ એકત્ર થશે ?
જો કુલ 10 વર્ષ માટે દર મહીને 17 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 20,40,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 19,09,764 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 39,49,764 રુપિયા બને છે.
15 વર્ષે કેટલા નાણા બનશે ?
જો કુલ 15 વર્ષ માટે દર મહીને 17 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 30,60,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 55,17,792 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 85,77,792 રુપિયા બને છે.
17 વર્ષે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો !
જો કુલ 17 વર્ષ માટે દર મહીને 17 હજાર રુપિયાની SIP કરવામાં આવે તો કુલ રોકાણ 34,68,000 રુપિયા થશે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 12 ટકા પ્રમાણે અંદાજીત વળતર 78,86,654 રુપિયા થાય છે. તો તેના કારણે કુલ સંપત્તિ 1,13,54,654 રુપિયા બને છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)