Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં થશે એન્ટ્રી, મુકેશ અંબાણીની જાહેરાત બાદ શું રહ્યા વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સીમલેસ ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા સરળ છતા સ્માર્ટ જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરશે. સાથે જ સંભવિતપણે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરશે.

જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસની ઈન્સ્યોરન્સ સેક્ટરમાં થશે એન્ટ્રી, મુકેશ અંબાણીની જાહેરાત બાદ શું રહ્યા વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 7:03 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) 28 ઓગસ્ટના રોજ 46મી એજીએમમાંથી (RIL AGM 2023) જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્સિયલ સર્વિસ (Jio Financial Services) લાઇફ, જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે.

અન્ય વીમા કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી

વાર્ષિક સામાન્ય સભામાં બોલતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, Jio ફાયનાન્સિયલ સર્વિસીસ સીમલેસ ડિજિટલ ઈન્ટરફેસ દ્વારા સરળ છતા સ્માર્ટ જીવન વીમા, સામાન્ય વીમા અને આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરશે. સાથે જ સંભવિતપણે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારી કરશે. કંપની ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC) તેમજ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ વગેરે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે.

ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરવામાં આવશે

Jio ફાયનાન્સિયલ સર્વિસને દેશની ટોપ-5 નાણાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. કંપની ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે, જે ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. જિયો ફાઇનાન્સિયલ સર્વિસને 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં અલગ એન્ટિટી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. આજની એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાત બાદ જુદી-જુદી વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ શું રહ્યા તે જોઈએ.

ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ગુમાવવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો

વીમા ક્ષેત્રની કંપનીઓના શેરના ભાવ – 28/08/2023

કંપની બંધ ભાવ ફેરફાર
LIC India 655.25 1.06%
HDFC Life 627.00 -0.19%
SBI Life Ins. 1,290.85 -0.31%
ICICI Prudential 547.55 -0.19%
ICICI LOMBARD 1,323.35 -0.16%
THE NEW INDIA ASSURANCE 130.60 1.71%
GIC OF INDIA 218.00 0.74%

આ પણ વાંચો: મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર

સૌથી પહેલા વાત કરીએ ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા એટલે કે LIC ની તો આજે શેરનો ભાવ 655.25 પર બંધ થયો હતો અને તેમાં 1.06 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો. HDFC Life 0.19 ટકાના સામાન્ય ઘટાડા સાથે 627 રૂપિયા પર બંધ થયો હતો. તેવી જ રીતે SBI Life Ins. પણ ફ્લેટ કહી શકાય તેવા ઘટાડા સાથે 1290.85 પર બંંધ થયો હતો. ઓવરઓલ વાત કરીએ તો આજે ઈન્સ્યોરન્સ સેક્ટરની કંપનીઓના શેરના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">