AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Relianceએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ, એક જ ક્વાર્ટરમાં રૂ. 29,550 કરોડનો ઐતિહાસિક નફો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીનો ચોખ્ખો નફો 34 ટકાના જંગી ઉછાળા સાથે રૂ. 29,550 કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે

Breaking News : Relianceએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ, એક જ ક્વાર્ટરમાં રૂ. 29,550 કરોડનો ઐતિહાસિક નફો
| Updated on: Oct 31, 2026 | 8:22 AM
Share

દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટરમાં રૂ. 29,550 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ 34 ટકા વધુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 22,092 કરોડ હતો. આમ, માત્ર ત્રણ મહિનામાં રિલાયન્સે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે. 30 ઓક્ટોબરે શેરબજાર બંધ થયા બાદ જાહેર થયેલા આ પરિણામોએ કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શનનો સંકેત આપ્યો છે.

કુલ આવક અને ઓપરેટિંગ પ્રોફિટમાં પણ રેકોર્ડ વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ એકીકૃત આવકમાં પણ 28 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક વધીને રૂ. 3.62 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. આ ઉપરાંત કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ એટલે કે EBITDA વાર્ષિક ધોરણે 24 ટકા વધીને રૂ. 62,409 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં કંપનીએ રૂ. 50,000 કરોડથી વધુનો નફો નોંધાવ્યો છે. કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રિલાયન્સે પહેલીવાર આટલો મોટો નફો હાંસલ કર્યો છે.

ઓઇલ અને કેમિકલ બિઝનેસે કમાણીમાં મોટો ફાળો આપ્યો

રિલાયન્સની રેકોર્ડ કમાણી પાછળ ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસનું મોટું યોગદાન રહ્યું છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારાને કારણે આ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં O2C બિઝનેસની આવક 44.2 ટકા વધીને રૂ. 3.32 લાખ કરોડ થઈ છે. જ્યારે આ સેક્ટરનો EBITDA 67.9 ટકા વધીને રૂ. 25,203 કરોડ નોંધાયો છે. આ ઉપરાંત EBITDA માર્જિનમાં પણ 160 બેસિસ પોઇન્ટનો સુધારો થયો છે અને તે 10.9 ટકા પર પહોંચ્યું છે. કંપનીના રિટેલ બિઝનેસે પણ આવક વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

Jioના ડિજિટલ બિઝનેસમાં પણ મજબૂત વૃદ્ધિ

રિલાયન્સના ડિજિટલ બિઝનેસ Jio પ્લેટફોર્મે પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું છે. Jio પ્લેટફોર્મની આવક વાર્ષિક ધોરણે 11.3 ટકા વધીને રૂ. 47,485 કરોડ થઈ છે. નવા ગ્રાહકોના ઉમેરા અને પ્રતિ ગ્રાહક સરેરાશ આવક (ARPU)માં થયેલા વધારાને કારણે કંપનીને ફાયદો થયો છે. Jioનો EBITDA પણ 16.6 ટકા વધીને રૂ. 21,879 કરોડ નોંધાયો છે. જ્યારે EBITDA માર્જિન 250 બેસિસ પોઇન્ટના વધારા સાથે 54.1 ટકા થયું છે.

Jioના શેરબજારમાં લિસ્ટિંગનો મુકેશ અંબાણીએ કર્યો ઉલ્લેખ

પરિણામો જાહેર કરતી વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio પ્લેટફોર્મના શેરબજારમાં લિસ્ટિંગનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. Jioના IPOને રોકાણકારો તરફથી 22 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. કંપનીના શેરના લિસ્ટિંગને બજારમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે Jio પ્લેટફોર્મ દેશની સૌથી મોટી કંપનીઓમાં બીજા ક્રમે પહોંચ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

દેવામાં ઘટાડો, છતાં રૂ. 38 હજાર કરોડથી વધુનું રોકાણ

રિલાયન્સે નફામાં વધારો કરવાની સાથે પોતાના દેવામાં પણ ઘટાડો કર્યો છે. જૂન ક્વાર્ટરના અંતે કંપનીનું ચોખ્ખું દેવું રૂ. 1.23 લાખ કરોડ હતું, જે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ઘટીને રૂ. 1.17 લાખ કરોડ થયું છે. કંપનીનો નેટ ડેટ અને EBITDA રેશિયો 0.47 રહ્યો છે. બીજી તરફ, ભવિષ્યના વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ્સ માટે કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂ. 38,153 કરોડનો મૂડી ખર્ચ કર્યો છે.

સોમવારે શેરબજારમાં રિલાયન્સના શેર પર રહેશે નજર

રિલાયન્સે શેરબજાર બંધ થયા બાદ 30 ઓક્ટોબરે પરિણામો જાહેર કર્યા હોવાથી રોકાણકારોની નજર હવે આગામી ટ્રેડિંગ સેશન પર રહેશે. કંપનીના નફા, આવક અને ઓપરેટિંગ પ્રોફિટમાં નોંધાયેલા વધારાને કારણે 3 નવેમ્બરે રિલાયન્સના શેરમાં કેવી પ્રતિક્રિયા જોવા મળે છે તેના પર બજારના રોકાણકારો અને નિષ્ણાતોની નજર રહેશે. જોકે, કંપનીના મજબૂત પરિણામો છતાં શેરના ભાવની દિશા બજારની સ્થિતિ અને રોકાણકારોના પ્રતિસાદ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો- 31 ઓક્ટોબરના મહત્વના સમાચાર : આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને ગૃહમંત્રી શાહે શ્રદ્ધાંજલિ આપી

Follow Us
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
આજનું રાશિફળ: આવકના નવા સ્ત્રોત ખુલશે, ભાગ્યનો મળશે પૂરો સાથ
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન- Video
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
MLA વિમલ ચુડાસમાએ ગીર સોમનાથને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
સુરત ભાજપના મહિલા કોર્પોરેટનું જ્ઞાન કે અજ્ઞાન !
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
g clip-path="url(#clip0_868_265)">