રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 20 લાખ કરોડને પાર, આ આંકડાને સ્પર્શનાર ભારતની પ્રથમ કંપની બની

13 ફેબ્રુઆરીના રોજ શરૂઆતના કારોબારમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર અગાઉના બંધ ભાવથી લગભગ 2 ટકા ઊછળ્યા હતા અને રૂ. 2957.80ની નવી 52-અઠવાડીયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. RILના શેરનો ઉપલા ભાવ 10 ટકાની મજબૂતાઈ સાથે 3193.20 રૂપિયા છે. RILનું માર્કેટ કેપ નવેમ્બર 2019માં 10 લાખ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2021માં 15 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 20 લાખ કરોડને પાર, આ આંકડાને સ્પર્શનાર ભારતની પ્રથમ કંપની બની
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 2:19 PM

13 ફેબ્રુઆરીના રોજ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) નું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. આ સાથે કંપની આ મર્યાદા પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં RILના શેરમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે.

52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો

13 ફેબ્રુઆરીના રોજ, BSE પર શેર 2910.40 રૂપિયાના ઉછાળા સાથે ખુલ્યો હતો. થોડા સમયની અંદર, તે અગાઉના બંધ ભાવ કરતાં લગભગ 2 ટકા ઉછળીને 2957.80 રૂપિયાની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે RILનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે.

10 ટકાની મજબૂતાઈ સાથે સ્ટોકનો પ્રાઈસ ભાવ 3193.20 રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઓગસ્ટ 2005માં 1 લાખ કરોડ રૂપિયા, એપ્રિલ 2007માં 2 લાખ કરોડ રૂપિયા, સપ્ટેમ્બર 2007માં 3 લાખ કરોડ રૂપિયા અને ઓક્ટોબર 2007માં 4 લાખ કરોડે રૂપિયાએ પહોંચ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સપ્ટેમ્બર 2021માં 15 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું

આ પછી માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવામાં 12 વર્ષ લાગ્યા હતા. આ આંકડો જુલાઈ 2017માં આવ્યો હતો. RILનું માર્કેટ કેપ નવેમ્બર 2019માં 10 લાખ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર 2021માં 15 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું.

2023 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 16.7% વધીને 44,678 કરોડ રૂપિયા થયો

નાણાકીય વર્ષ 2023-24ના ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં RILનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11% વધીને 19,641 કરોડ રૂપિયા થયો છે. કોન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક ધોરણે 3.2% વધીને 2.48 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 2.41 લાખ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેટિંગ નફો (EBITDA) ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 16.7% વધીને 44,678 કરોડ રૂપિયા થયો છે.

Jioનો બજાર હિસ્સો 47 ટકા સુધી પહોંચવાની ધારણા

ઘણા વિશ્લેષકો આરઆઈએલના શેર પર તેજીને બુલિશ ગણાવી રહ્યા છે. બ્રોકરેજ બર્નસ્ટીન રિટેલ અને ટેલિકોમ સેક્ટરની આગેવાની હેઠળની કંપની માટે 2026ના અંત સુધીમાં EPS વૃદ્ધિમાં 20 ટકાના મજબૂત CAGRની અપેક્ષા રાખે છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં Jioનો બજાર હિસ્સો 47 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ ખરીદી વધુ એક કંપની, જાણો 82 વર્ષ જૂની આ કંપની કેટલા કરોડમાં હસ્તગત કરી

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">