રિલાયન્સ દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપની યાદીમાં પહેલાથી ત્રીજો ક્રમે સરક્યું, જાણો કોણ બન્યું નંબર 1

રિલાયન્સ દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપની યાદીમાં પહેલાથી ત્રીજો ક્રમે સરક્યું, જાણો કોણ બન્યું નંબર 1
Mukesh Ambani - Chairman, RIL

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની તરીકેની ઓળખ રિલાયન્સ (Reliance) ઈન્ડસ્ટ્રી ગુમાવી બેઠ્યું છે. મુકેશ અંબાણીનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ માર્કેટ કેપના મામલે ત્રીજા નંબરે સરકી ગયું છે.

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Jan 14, 2021 | 4:34 PM

માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની તરીકેની ઓળખ રિલાયન્સ (Reliance) ઈન્ડસ્ટ્રી ગુમાવી બેઠ્યું છે. મુકેશ અંબાણીનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ માર્કેટ કેપના મામલે ત્રીજા નંબરે સરકી ગયું છે. રિલાયન્સ સપ્ટેમ્બરમાં દેશમાં પ્રથમ ક્રમે હતું. હવે આ શિખરે ટાટા ગ્રુપ બિરાજમાન છે. હવે રિલાયન્સ અને દેશના સૌથી મોટા ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં રૂપિયા 4.57 લાખ કરોડનું અંતર છે. રિલાયન્સ ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 12 લાખ 68 હજાર 478 કરોડ રૂપિયા છે. ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન 17 લાખ 25 હજાર 567 કરોડ રૂપિયા નોંધાયું છે.

જોકે RIL હજુ દેશની સૌથી મોટી કંપની છે

14 સપ્ટેમ્બરે રિલાયન્સ ગ્રૂપની માર્કેટ કેપ 16 લાખ કરોડથી વધુ હતી. આ રકમમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 15.40 લાખ કરોડ હતી, જે હવે 12.05 લાખ કરોડ છે. સપ્ટેમ્બરમાં રિલાયન્સ પીપીનું માર્કેટ કેપ 60 હજાર કરોડ હતું, જે હવે 43 હજાર કરોડ છે. ગ્રુપની બાકીની 8 સ્મોલ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે.

TATA ગ્રૂપની કુલ 28 કંપનીઓ લિસ્ટેડ છે

ટાટા જૂથની 28 કંપનીઓ લિસ્ટેડ છે. આ જૂથની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) છે. TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન 11.98 લાખ કરોડ રૂપિયા છે. ગ્રુપમાં બીજા ક્રમે ટાઈટન છે, તેની માર્કેટ કેપ 1.38 લાખ કરોડ રૂપિયા છે. ત્રીજા નંબર પર ટાટા સ્ટીલ છે ,જેની માર્કેટ કેપ 83 હજાર 747 કરોડ રૂપિયા છે. અન્ય કંપનીઓમાં વોલ્ટાસ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા કન્ઝ્યુમર, ટાટા પાવર અને ટાટા કમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે.

HDFCએ રિલાયન્સ ગ્રુપને પણ પાછળ છોડી દીધી

બીજા નંબર પર એચડીએફસી ગ્રુપ છે. 8 લાખ કરોડ રૂપિયાની સાથે એચડીએફસી બેંક સૌથી મોટી છે. બીજો નંબર એચડીએફસી લિમિટેડ છે, તેની માર્કેટ કેપ 9.96 લાખ કરોડ રૂપિયા છે. અન્ય કંપનીઓમાં એચડીએફસી લાઈફ છે જેની માર્કેટ કેપ રૂ. 1.46 લાખ કરોડ છે. એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીની માર્કેટ કેપ 68 હજાર કરોડ છે.

આ પણ વાંચો: CLOSING BELL: શેરબજાર વૃદ્ધિ નોંધાવી થયું બંધ, SENSEXમાં 91 અંક અને NIFTYમાં 0.21%નો વધારો નોંધાયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati