Reliance AGM 2022 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45 મી AGM યોજાઈ,દિવાળીથી 5G શરૂ થશે,રિલાયન્સ દેશનું સૌથી મોટું જોબ ક્રિએટર : મુકેશ અંબાણી
વર્ષ 2021 એટલે કે ગયા વર્ષે કંપનીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશવાની મોટી જાહેરાત કરી હતી જ્યારે 2022માં ગૂગલ દ્વારા કંપનીમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે મળી છે. બપોરે 2 વાગ્યે દેશના દિગ્ગ્જ કારોબારી મુકેશ અંબાણી (Mukesh Ambani)દ્વારાસંબોધન કરાયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની આ 45મી બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી છે. રિલાયન્સના રોકાણકારો, કોર્પોરેટ જગત અને શેરબજારની નજર આ બેઠક પર ટકેલી છે. જાણકારોનું અનુમાન અગાઉથી કે હતું કે ચેરમેન મુકેશ અંબાણી આ બેઠકમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ કારણોસર રોકાણકારો નજર રાખીને બેઠા હતા. વર્ષ 2021 એટલે કે ગયા વર્ષે કંપનીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશવાની મોટી જાહેરાત કરી હતી જ્યારે 2022માં ગૂગલ દ્વારા કંપનીમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ એજીએમ વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હોવાથી કંપનીએ તેને લગભગ દરેક પ્લેટફોર્મ પર બતાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સોસીયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર જોઈ શકાશે.
Youtube ની આ લિંક ઉપર ક્લિક કરી AGM જોઈ શકાશે
- રિલાયન્સ અપડેટ ચેનલ: https://www.youtube.com/user/flameoftruth2014
- પ્લેબેક URL : https://youtu.be/TS8FYk5RhlY
રિલાયન્સ રિટેલ ભારતમાં સૌથી મોટી જોબ ક્રિએટર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં જણાવ્યું હતું કે, “ડિજિટલ પ્લેટફોર્મ વિશ્વભરના શેરધારકોને મોટી સંખ્યામાં AGMમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે. જો કે, હું અમારી અંગત વાતચીતની હૂંફ અને સૌમ્યતાની ગેરહાજરી અનુભવી રહ્યો છું. હું ક આશા રાખું છું કે આવતા વર્ષે, અમે હાઇબ્રિડ મોડ પર સ્વિચ કરી શકીશું, જે ફિઝિકલ અને ડિજિટલ બંને મોડને શ્રેષ્ઠ રીતે જોડશે.”
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, “રિલાયન્સે રોજગાર સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના તમામ પ્રકારના વ્યવસાયોમાં 2.32 લાખ નોકરીઓ આપવામાં આવી છે. રિલાયન્સ રિટેલ હવે ભારતમાં સૌથી મોટી જોબ ક્રિએટર છે.
રિલાયન્સની કોન્સોલિડેટેડ રેવેન્યુમાં 47%નો વધારો
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારી કંપની વાર્ષિક આવકમાં 100 બિલિયન ડોલરને પાર કરનાર ભારતમાં પ્રથમ કોર્પોરેટ બની છે. રિલાયન્સની કોન્સોલિડેટેડ આવક 47% વધીને રૂ. 7.93 લાખ કરોડ અથવા 104.6 બિલિયન ડોલર થઈ છે. રિલાયન્સનું વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 1.25 લાખ કરોડના નિર્ણાયક માઈલસ્ટોનને પાર કરી ગયું છે.”
Jio 5G અલગ અનુભવ પ્રદાન કરશે
અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે દિવાળીથી 5G સેવા શરૂ થશે. મુકેશ અંબાણીએ કહ્યું કે Jio 5G 10 કરોડથી વધુ ઘરોને “અનોખા ડિજિટલ અનુભવો અને સ્માર્ટ હોમ સોલ્યુશન્સ” સાથે જોડશે. “અમે લાખો નાના વેપારીઓ અને નાના વ્યવસાયોને ક્લાઉડમાંથી વિતરિત કરવામાં આવતા અત્યાધુનિક, પ્લગ-એન્ડ-પ્લે સોલ્યુશન્સ સાથે સશક્ત બનાવીને ઊંચાઈઓ પર લઈ જઈશું.”
AGM દરમ્યાન રિલાયન્સના સ્ટોકમાં ખાસ હોઈ હલચલ જોવા ન મળી
- RIL Share Price (3.00 pm ) : 2,605.30 −12.70 (0.49%)
- Open : 2,585.00
- High : 2,655.00
- Low : 2,578.05
- 52-wk high : 2,856.15
- 52-wk low : 2,180.00
AGM ની હાઇલાઇટ્સ
- મુકેશ અંબાણીએ કહ્યું કે Jio એ Qualcomm સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત ઘણી નવી એપ્લિકેશનમાં કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ક્વાલકોમ સાથે ક્લાઉડ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની યોજના છે.
- મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અમે દેશમાં જ એન્ડ ટુ એન્ડ 5જી નેટવર્ક વિકસાવ્યું છે. ક્વોન્ટમ સિક્યોરિટી જેવી અદ્યતન સુવિધાઓ માટે સપોર્ટ સાથે તે સંપૂર્ણ રીતે ડિજિટલી સંચાલિત છે. કંપનીના 2,000 થી વધુ યુવા Jio એન્જિનિયર્સ દ્વારા સતત ત્રણ વર્ષ સુધી અથાક મહેનત કરીને તેને સંપૂર્ણ રીતે વિકસાવવામાં આવ્યું છે.
- મુકેશ અંબાણીએ કહ્યું કે નાના વેપારીઓની મદદ માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરવામાં આવશે.
- અંબાણીએ કહ્યું કે દિવાળીથી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 5G સેવા શરૂ થશે. તેમણે કહ્યું કે 5G લાગુ કરવા માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઉપરાંત, તેમણે કહ્યું કે તે ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
- અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં ભારે આર્થિક સંકટ છે. ઉચ્ચ ફુગાવો અને પુરવઠામાં અવરોધે વૈશ્વિક મંદી માટે પડકાર ઉભો કર્યો છે.
- અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ભારતના વિકાસમાં મોટું યોગદાન આપશે.
- મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ નવી નોકરીઓ સર્જવામાં નવો રેકોર્ડ બનાવશે. તેમણે જણાવ્યું કે કંપનીએ વિવિધ વ્યવસાયોમાં 2.32 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે. રિલાયન્સ રિટેલ હવે ભારતમાં સૌથી મોટા નોકરીદાતાઓમાંની એક છે.
- અંબાણીએ કહ્યું કે Jio 5G વિશ્વનું સૌથી ઝડપી અને સૌથી મોટું નેટવર્ક હશે. તેમણે કહ્યું કે દેશ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં વિશ્વના ટોપ 10 દેશોમાં સામેલ થશે.
- તેમણે કહ્યું કે તેઓ 5G નો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાની વધુ સસ્તી ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવાઓને વેગ આપશે.