RBIએ નિયમોના ઉલ્લંઘન બદલ SBI સહીત 3 બેંકોને દંડ ફટકાર્યો, ગ્રાહકો પર શું પડશે અસર?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ઈન્ડિયન બેંક(Indian Bank) અને પંજાબ એન્ડ સિંધ બેંક(Punjab & Sind Bank)નો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ઈન્ડિયન બેંક(Indian Bank) અને પંજાબ એન્ડ સિંધ બેંક(Punjab & Sind Bank)નો સમાવેશ થાય છે. આ સિવાય ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસ(Fedbank Financial Services) પર પણ દંડ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Stock Tips : મારુતિનો શેર 52 સપ્તાહની ટોચે ઉછળ્યો, 1 શેરની કિંમત રૂપિયા 10720 સુધી પહોંચી
કેન્દ્રીય બેંકે ભારતીય સ્ટેટ બેંક પર 1.30 કરોડ રૂપિયા, ઇન્ડિયન બેંક પર 1.62 કરોડ રૂપિયા અને પંજાબ એન્ડ સિંધ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત ફેડબેંક ફાઇનાન્સિયલ સર્વિસિસ પર 8.80 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. સ્ટેટ બેંક અને ઈન્ડિયન બેંકે કોર્પોરેશનને લોન આપવામાં નિયત પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું જેના કારણે આ દંડ લાદવામાં આવ્યો છે. લોન આપતી વખતે બંને બેંકોએ પ્રોજેક્ટ્સ વિશે યોગ્ય માહિતી એકત્રિત કરી ન હતી.
આ પણ વાંચો : Sabka Sapna Money Money : કઇ તારીખે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન, જાણો સંપૂર્ણ માહિતી
વધુમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ ઈન્ટ્રા-ગ્રૂપ એક્સપોઝર મર્યાદાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. બીજી બાજુ ઇન્ડિયન બેંકે ઓપરેશનની મંજૂરી આપવાનું ચાલુ રાખતા OTP આધારિત ઇ-કેવાયસી મોડમાં ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકની ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયા અપનાવી ન હતી. ઉપરાંત, એક વર્ષ વીતી ગયા પછી પણ બેંકે આ અનવેરિફાઈડ એકાઉન્ટ્સ બંધ કર્યા નથી. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, બેંકે એવા ગ્રાહકોના નામ પર ઘણા ખાતા ખોલાવ્યા જેઓ તેમના ખાતામાં બચત જમા રાખવા માટે સક્ષમ ન હતા.
આ પણ વાંચો : Home Loan: હોમ લોનના વ્યાજમાં મળશે 9 લાખ રૂપિયા સુધીની છૂટ, મોદી સરકાર બનાવી રહી છે યોજના
પંજાબ એન્ડ સિંધ બેંક BR એક્ટની કલમ 26A મુજબ નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં રકમ જમા કરવામાં નિષ્ફળ રહી, તેથી તેના પર દંડ લાદવામાં આવ્યો. બીજી તરફ, ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસે રિઝર્વ બેંકને કપટપૂર્ણ પ્રવૃત્તિની જાણ કરવામાં વિલંબ કર્યો તેથી કેન્દ્રીય બેંકે તેના પર દંડ લાદ્યો છે.