AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money : કઇ તારીખે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન, જાણો સંપૂર્ણ માહિતી

જો તમે પણ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment) કરો છો, તો સંભવ છે કે તમે SIPના નાણાં ચુકવણી માટે કોઇ ચોક્કસ તારીખ વિચારી ન હોય. જો કે કેટલાક લોકો કોઇ ચોક્કસ તારીખે SIP પેમેન્ટ ઇચ્છતા હોય છે. કેટલાક ફંડ એવા હોય છે કે SIP પેમેન્ટ કોઇપણ દિવસે કરવાની સુવિધા આપતા હોય છે.

Sabka Sapna Money Money : કઇ તારીખે SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી મળશે વધુ રિટર્ન, જાણો સંપૂર્ણ માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 2:24 PM
Share

Mutual Fund : જો તમે પણ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ (Investment) કરો છો. તો સંભવ છે કે તમે SIPના નાણાં ચુકવણી માટે કોઇ ચોક્કસ તારીખ વિચારી ન હોય. જો કે કેટલાક લોકો કોઇ ચોક્કસ તારીખે SIP પેમેન્ટ ઇચ્છતા હોય છે. કેટલાક ફંડ એવા હોય છે કે SIP પેમેન્ટ કોઇપણ દિવસે કરવાની સુવિધા આપતા હોય છે. જેમ કે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, જેએમ ફાઇનાન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ વગેરે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: શું છે SIP અને STP વચ્ચેનો તફાવત ? સમજ્યા પછી મ્યચ્યુઅલ ફંડમાં મેળવી શકાશે વધુ વળતર

ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે તેની કેટલીક વિશેષ યોજનાઓમાં દૈનિક SIP રકમ ઘટાડીને 20 રુપિયા કરી છે. તેનો ઉદ્દેશ્ય શક્ય તેટલા વધુ લોકોને તેની યોજનાઓનો લાભ આપવાનો છે. આ સાથે SIP વધુને વધુ લોકો માટે સુલભ બનશે. જો કે SIPમાં નિયમિત અને લાંબા ગાળાનું રોકાણ જરૂરી છે. ઘણા રોકાણકારો લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવા માગે છે. તેવા લોકો માટે ‘ઇન્વેસ્ટ એઝ યુ અર્ન’ પદ્ધતિ અનુકૂળ છે.

લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરવાથી ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. રોકાણકારોએ મે 2023માં SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 14,749 કરોડ રુપિયાનું રોકાણ કર્યું હતું. તેની સરખામણીમાં મે 2022માં તેમનું રોકાણ 12,286 કરોડ રુપિયા હતું.

એક રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર SIPમાં રોકાણ દૈનિક હોય, સાપ્તાહિક હોય કે માસિક હોય, તેના વળતરમાં વધુ ફરક પડતો નથી. નીચે આપેલું કોષ્ટક દર્શાવે છે કે સેન્સેક્સ SIP એ 14.1 ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક વળતર આપ્યું છે. SIP ની આવર્તન આને અસર કરી નથી. દર મહિનાની 1લીથી 28મી વચ્ચે SIPમાં રોકાણ પરનું વળતર લગભગ 15.7 ટકા રહ્યું છે.

SIPમાં મળતા 14થી 15 ટકા રિટર્નના પગલે તે રોકાણનો આકર્ષક વિકલ્પ બની ગયો છે. તેમ છતાં કેટલીક  બાબતો રોકાણકારોએ જાણવી જરુરી છે. ઘણા રોકાણકારો લાંબા ગાળાના રોકાણ વિશે વિચારે છે પરંતુ બજારમાં વધઘટ થતાં જ તેઓ તેમના નાણાં ઉપાડવાનું શરૂ કરી દે છે. શેરમાં રોકાણ કરવાથી ઘણું સારું વળતર મળે છે, પરંતુ SIPમાં વળતર સમાન હોવાની અપેક્ષા ન રાખવી જોઈએ.

ઘણી વખત બજારમાં ઉતાર-ચઢાવના સમયમાં SIP વળતર હકારાત્મક- નકારાત્મક બની જાય છે. જો કે બજારની વધઘટ દરમિયાન રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચવું જોઈએ નહીં.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
g clip-path="url(#clip0_868_265)">