વિશ્વાસનું બીજુ નામ રતન ટાટા, 3000 કરોડ રૂપિયા સામે દેશવાસીઓએ આપી દીધા 1 લાખ કરોડ રૂપિયા
આ આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 485 રૂપિયાથી 500 રૂપિયા છે. આ આઈપીઓની મોટી ડિમાન્ડના કારણે સંસ્થાકીય રોકાણકારો તરફથી 66000 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે કંપની આઈપીઓમાં સૌથી વધારે સબ્સક્રિપ્શન ક્યૂઆઈબીથી મળ્યુ છે, તેમને 203 ગણો સબ્સક્રાઈબ કર્યો છે.

દેશમાં વિશ્વાસનું બીજુ નામ રતન ટાટા છે. લગભગ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો છે. જેને માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે. જેટલો રોકાણકારનો પ્રેમ રતન ટાટાના નામ પર ટાટા ટેકને મળી રહ્યો છે, તેટલો કોઈ કંપનીને ભાગ્યે જ મળ્યો હશે. ખાસ વાત એ છે કે આ આઈપીઓ પર લોકોએ 1 લાખ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોને કેટલા શેર મળે છે. તમને જણાવી દઈએ કે આજે ટાટા ટેકના આઈપીઓનો છેલ્લો દિવસ હતો. 5 વાગ્યા સુધીમાં કંપનીનો આઈપીઓ લગભગ 70 ગણો સબ્સક્રાઈબ થઈ ચૂક્યો છે.
રોકાણકારોએ 1 લાખ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા
ટાટા ટેકનો આઈપીઓ 3000 કરોડ રૂપિયા છે. જ્યારે આ આઈપીઓ પર લોકોએ મોટા પ્રમાણમાં પૈસા લગાવ્યા છે. 3 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માટે રોકાણકારોએ 1 લાખ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે. આ આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 485 રૂપિયાથી 500 રૂપિયા છે. આ આઈપીઓની મોટી ડિમાન્ડના કારણે સંસ્થાકીય રોકાણકારો તરફથી 66000 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે કંપની આઈપીઓમાં સૌથી વધારે સબ્સક્રિપ્શન ક્યૂઆઈબીથી મળ્યુ છે, તેમને 203 ગણો સબ્સક્રાઈબ કર્યો છે.
80 ટકાથી વધારે પ્રિમિયમ સાથે ખુલવાની શક્યતા
જે પ્રકારે આ કંપનીનો આઈપીઓ બ્લોકબસ્ટર સાબિત થયો છે. તે રીતે કંપનીનું લિસ્ટિંગ પણ ધમાકેદાર થઈ શકે છે. જાણકારોની મત મુજબ કંપનીનો શેર 80 ટકાથી વધારેના પ્રીમિયમ પર ખુલી શકે છે. જો એવું થયુ તો કંપનીના શેરનો ભાવ લિસ્ટિંગ દરમિયાન 900 રૂપિયાથી વધારે જઈ શકે છે. જો કે નોન લિસ્ટિંગ કંપનીઓમાં આ કંપનીના શેરની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે. ગ્રે માર્કેટ પ્રિમિયમ 900 રૂપિયાથી વધારેનું જણાવવામાં આવી રહ્યું છે. જાણકારોના મત મુજબ કંપનીના શેર 1000 રૂપિયા પર પણ લિસ્ટ થઈ શકે છે.
ટાટા સિવાય બીજી કંપનીઓના આઈપીઓ પણ આવ્યા છે. જેમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ટાટા ટેક્નોલોજી માટે કુલ સબ્સક્રિપ્શન અત્યાર સુધી લગભગ 70 ઘણુ છે. ઈરડા આઈપીઓ, જે ગઈકાલે બંધ થયો, તેમાં 39 ઘણુ સબ્સક્રિપ્શન જોવા મળ્યું. ગાંધાર ઓઈલની ઓફર 64 ઘણી બુક કરવામાં આવી. ફ્લેયર રાઈટિંગને ઓફરની તુલનામાં 47 ગણુ સબ્સક્રિપ્શન મળી ચૂક્યુ છે.
આ પણ વાંચો: સુબ્રત રોયના મૃત્યુ સાથે શું સહારાનું સૌથી મોટું ‘રહસ્ય’ થઈ ગયુ દફન, ક્યાંથી આવ્યા 25,000 કરોડ રૂપિયા?