MONEY9: વ્યાજ દર વધ્યાઃ અત્યારે ઘર ખરીદવું કે રાહ જોવી ?

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ (raporate) 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દીધો છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઇ ગઇ છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 17, 2022 | 1:55 PM

ભારતીય રિઝર્વ બેંકે (RESERVE BANK) રેપો રેટ (RAPO RATE) 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દીધો છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિત તમામ પ્રકારની લોન (LOAN) મોંઘી થઇ ગઇ છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા અને હોમલોન લઇને ઘર ખરીદારો પર RBIના આ નિર્ણયથી બેવડો માર પડી શકે છે.

ઑટો કંપનીમાં કામ કરનારા 35 વર્ષના રિતેશ ઘર ખરીદવાનું વિચારી જ રહ્યાં હતા કે રિયલ એસ્ટેટ કંપનીઓએ મકાનોની કિંમત વધારી દીધી. હવે મોંઘવારીને કાબૂમાં કરવા માટે રિઝર્વ બેંકે લોન મોંઘી કરી દીધી. રીતેશ વિચારમાં પડી ગયા છે કે ઘર ખરીદવું કે પછી આ નિર્ણયને હોલ્ડ પર રાખવો. મની9ના ખાસ શો મકાન-દુકાનના આ એપિસોડમાં અમે મોંઘી થતી લોન વચ્ચે અત્યારે ઘર ખરીદનારાઓએ શું કરવું જોઇએ, તે અંગે વાત કરીશું

 છેલ્લા 6 વર્ષથી ધીમી ગતિના સમાચારની જેમ ચાલી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરે સ્પીડ પકડી જ હતી કે એક પછી એક બે ઝટકાએ ઉંઘ ઉડાડી દીધી. રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનમાં લૉકડાઉનથી સપ્લાય ચેઇન અને રૉ મટિરિયલની ઊંચી કિંમતોથી આ ઉદ્યોગ પહેલેથી જ દબાણમાં હતો. બિલ્ડિંગ મટિરીયલની કિંમત વધવાથી રિયલ એસ્ટેટ કંપનીઓ મકાનના ભાવ વધારી દીધા છે. હવે ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ વધારવાની જાહેરાતથી લોન મોંઘી થઇ ગઇ છે. આ હિસાબે નવા ઘર ખરીદનારાને બેવડો માર પડ્યો છે. મકાનની કિંમત વધવાથી પરેશાન ઘર ખરીદનારાઓ માટે હવે લોન લેવી પણ મોંઘી થઇ ગઇ છે. ફ્લેટ ખરીદનારા અને ઘર બનાવનારા એમ બન્ને પર આની અસર પડશે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ કંપનીઓ માટે પણ જુની અને નવી લોન મોંઘી થઇ જશે. સ્વાભાવિક છે આની ભરપાઇ પણ ગ્રાહકો પાસેથી જ થશે. આની અસર આવનારા સમયમાં ઘરની કિંમતોમાં વધારે ઉછાળાના રૂપે જોવા મળી શકે છે.

રિઝર્વ બેંકે લાંબા સમય બાદ 4 મેના રોજ અચાનક રેપો રેટમાં વધારાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. હવે રેપો રેટ એક ઝટકામાં 0.40 ટકા વધીને 4.40 ટકા થઇ ગયો છે. રેપો રેટ એ રેટ છે, જેની પર RBI બેંકોને લોન આપે છે. રેપો રેટ વધવાથી સામાન્ય લોકોના ખિસ્સા પર કાતર ફરવાનું નક્કી છે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના બજેટમાં હવે વધેલા EMI મુશ્કેલીના વાદળો લાવશે. જો મોંઘી લોનના કારણે ગ્રાહક ખરીદી કરવાનું ટાળશે તો તેની સીધી અસર તેજી દર્શાવી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રોથ પર જોવા મળી શકે છે.

બિલ્ડિંગ મટિરિયલની કિંમત વધવાથી રિયલ એસ્ટેટ કંપનીઓ એપ્રિલ મહિનામાં મકાનોની કિંમતમાં વધારો કરી ચુકી છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે NCRની રિયલ એસ્ટેટ કંપનીઓએ મકાનોની કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો કર્યો છે. સાથે જ એ પણ આશંકા છે કે જો રૉ મટીરિયલની મોંઘવારી કાબૂમાં ન આવી તો ભવિષ્યમાં કિંમતો વધી શકે છે. ઓછાવત્તા અંશે દેશના બધા મુખ્ય શહેરોમાં મકાનોની કિંમતમાં વધારો થયો છે. લોન મોંઘી થવાથી કંપનીઓ ક્યાં તો મકાનોની કિંમત વધારશે કે પછી જાતે તેનો બોજ ઉઠાવશે. જો જાતે મોંઘી લોનનો બોજ ઉઠાવશે તો તેમના માર્જિન પર અસર પડી શકે છે. એક વર્ષમાં સિમેન્ટની કિંમત 100 રૂપિયા પ્રતિ બોરીથી વધુ વધી ગઇ છે. ક્રેડાઇનો સર્વે દર્શાવે છે કે સ્ટીલ 39,000 રૂપિયાથી વધીને 90,000 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન થઇ ગયું છે.   

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનારૉકના આંકડા દર્શાવે છે કે દેશના 7 મુખ્ય શહેરોમાં વર્ષ 2021 દરમિયાન મકાનોનું વેચાણ 71 ટકા વધીને અંદાજે  2.36 લાખ યૂનિટ પર પહોંચી ગયું છે. તેના મુકાબલે વર્ષ 2020માં 1.38 લાખ મકાનો વેચાયા હતા. નવા મકાનોના પુરવઠામાં 85 ટકાની તેજી આવી છે. જો કે, વેચાણ કોવિડ પહેલાના લેવલેથી થોડુક સુસ્ત છે. વર્ષ 2019માં 2.61 લાખ ઘરોનું વેચાણ થયું હતું. મકાનોની માંગ વધવાથી બિલ્ડરોને બજાર ફરી પાટા પર આવે તેવી આશા બંધાઇ છે. એનારૉકના જણાવ્યા અનુસાર, વેચાણ વધવાના કારણે હોમ લોન પર વ્યાજ દરો ઘટવા અને ઘર માલિક બનવાની લોકોની ઇચ્છા છે. ત્યારે હવે જ્યારે સસ્તી લોનનો સમય સમાપ્ત થઇ રહ્યો છે, તેની અસર બજારમાં આવેલી માંગ પર પણ પડી શકે છે.

રેપો રેટની રિયલ એસ્ટેટ પર શું અસર થશે?

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના સીનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ગુલામ જિયા જણાવે છે કે ઝડપથી બદલાતા ભૂ-રાજકિય પરિદ્રશ્યની સાથે સપ્લાય ચેઇન અને સામાનોની કિંમત પર દબાણ વધ્યું છે. સ્થાનિક લેવલે જે વ્યાજ દરો વધ્યા છે તે તેના અનુરૂપ છે. આ પહેલેથી જ ચર્ચાતું હતું, કારણ કે RBI ગવર્નર મોંઘવારીને લઇને પહેલેથી જ ચિંતા વ્યકત કરી ચુક્યા છે. ઇનપુટ કોસ્ટમાં વધારા વચ્ચે વ્યાજ દરોમાં વધારાની રિયલ એસ્ટેટ સેક્ટર પર પડવાની આશંકા છે. ઓછા વ્યાજ દરોના કારણે છેલ્લા બે વર્ષોમાં રિયલ એસ્ટેટ બજારને ઘણો ફાયદો થયો છે. રેપોરેટમાં વૃદ્ધિ હોમ લોન માટે વધેલી EMIના રૂપમાં ફેરવાઇ જશે. જો કે, અમારુ માનવું છે કે ઘર ખરીદારોનું વલણ, તેમની ઘર ખરીદવાને પ્રાથમિકતા આપવી અને વેતનમાં સારી વૃદ્ધિથી હાઉસિંગ માર્કેટને સપોર્ટ મળતો રહેશે. ક્રેડિટ પૉલિસીનું વલણ હજુ ઉદાર છે. મહામારીનો પ્રકોપ ઘટવા અને આર્થિક વૃદ્ધિમાં સુધારાને ધ્યાનમાં રાખતાં અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં ગ્રાહકોની માંગમાં તેજી જળવાઇ રહેશે.

મની9ની સલાહ

લોન મોંઘી થવાથી ઘર ખરીદારો અને મકાન બનાવનારાને બેવડો ફટકો લાગ્યો છે. બિલ્ડિંગ મટિરિયલની કિંમતો આકાશને આંબી રહી છે. હાલ તેના નીચે આવવાની કોઇ શક્યતા નથી. નજીકના ભવિષ્યમાં કદાચ કિમતોમાં વધારે તેજી જોવા મળી શકે છે. શક્યતા એવી પણ છે કે RBI હજુ 2 કે 3 વાર રેપો રેટમાં વૃદ્ધિ કરી શકે છે. આ સ્થિતિમાં હોમ લોન વધુ મોંઘી થશે. ત્યારે ઘર ખરીદનારા માટે રાહ જોવા સિવાય ઘર ખરીદી લેવું સારુ રહેશે.

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">