AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI ની સરકાર પર ધનવર્ષા : ચાલુ વર્ષે રૂપિયા 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે

ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાણાકીય વર્ષ 2024માં કેન્દ્ર સરકાર માટે રૂ. 2.11 લાખ કરોડના ડિવિડન્ડને મંજૂરી આપી હતી.

RBI ની સરકાર પર ધનવર્ષા : ચાલુ વર્ષે રૂપિયા 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ આપશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2024 | 11:34 AM
Share

ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 2 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. આરબીઆઈએ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં નાણાકીય વર્ષ 2024માં કેન્દ્ર સરકાર માટે રૂ. 2.11 લાખ કરોડના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. જેના કારણે કેન્દ્ર સરકારનું નાણા વિભાગ ખૂબ જ મજબૂત બનશે. RBI દ્વારા સરકારને આપવામાં આવેલ ડિવિડન્ડ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 141 ટકા વધુ છે.

તે જ સમયે, ભારતીય રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષ માટે આકસ્મિક જોખમ બફર (CRB) 6 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023માં સેન્ટ્રલ બેંકે ડિવિડન્ડ તરીકે કેન્દ્રને 87,416 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

વર્તમાન નાણાકીય વર્ષના વચગાળાના બજેટ દસ્તાવેજો અનુસાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે RBI, PSBs અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂપિયા 1.02 લાખ કરોડનું ડિવિડન્ડનું બજેટ રજૂ કર્યું હતું. બુધવારે મુંબઈમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડની 608મી બેઠકમાં બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક અર્થવ્યવસ્થાના આઉટલૂક અંગે ચર્ચા કરી હતી જેમાં આઉટલૂકના જોખમો પણ સામેલ હતા.

બોર્ડે 2,10,874 કરોડ રૂપિયાનું સરપ્લસ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંકના આ નિર્ણય બાદ તે કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2015 માટે GDPના 5.1 ટકાના સરકારી ખાધના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. 4 જૂન પછી દેશમાં બનેલી નવી સરકાર પાસે ખર્ચ કરવા માટે વધુ ભંડોળ હશે.

RBI દર વર્ષે કેન્દ્રને ડિવિડન્ડ ટ્રાન્સફર કરે છે

દર વર્ષે ભારતીય રિઝર્વ બેંક રોકાણોમાંથી વધારાની આવક, ડૉલર રિઝર્વના મૂલ્યાંકનમાં વધઘટ અને ચલણ પ્રિન્ટિંગ ફીમાંથી મળેલા ભંડોળ દ્વારા કેન્દ્ર સરકારને ચોક્કસ ફંડ ટ્રાન્સફર કરે છે. વધુમાં જાલાન સમિતિ દ્વારા કરાયેલી ભલામણો મુજબ તેણે તેની બેલેન્સ શીટના 5.5-6.5% ની CRB જાળવી રાખવી પડશે. આ પ્રકારનું ભંડોળ સુરક્ષા પતન અથવા નાણાકીય/વિનિમય દર નીતિની વધઘટ વગેરેને કારણે ઊભી થતી અણધારી પરિસ્થિતિઓને પહોંચી વળવામાં મદદ કરશે.

CRB 5.50% પર રહે છે

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19 થી 2021-22 દરમિયાન વર્તમાન આર્થિક સ્થિતિ અને કોવિડ-19 રોગચાળાના કારણે બોર્ડે વૃદ્ધિને ટેકો આપવા માટે રિઝર્વ બેંકની બેલેન્સ શીટના કદમાં સુધારો કર્યો છે. જાળવણી માટે એકંદરે CRB 5.50 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, નાણાકીય વર્ષ 2023માં આર્થિક વૃદ્ધિમાં સુધારા સાથે CRB વધારીને 6 ટકા કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2014 માં અર્થતંત્રને મજબૂત કરવા અને તેને લવચીક રાખવા માટે CRB વધારીને 6.5 ટકા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ઇઝરાયલના ડિફેન્સ સેક્ટરમાં સુરતી ડ્રોન કામા કાઝીનો ઉપયોગ થશે, જાણો મેક ઈન ઇન્ડિયા ડ્રોનની ખાસિયત વીડિયો દ્વારા

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">