રેલવેના શેરમાં ફરીથી આવી શકે છે તોફાની તેજી, સરકાર 31,000 કરોડ રૂપિયાનું આ ટેન્ડર બહાર પાડવા જઈ રહી છે

|

Jul 01, 2024 | 7:53 AM

વેગન કે જેનો ઉપયોગ રેલ નેટવર્ક પર કોલસો અને આયર્ન ઓર જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના પરિવહન માટે થાય છે. રેલવેએ જાહેર કરાયેલી સૂચનાઓના આધારે તે પ્રતિ યુનિટ રૂપિયા 31.94-36.35 લાખના દરે સપ્લાય કરવાની હતી. હવે વિભાગ ફરીથી રૂપિયા 31,000 કરોડના નવા ટેન્ડર બહાર પાડવાનું વિચારી રહ્યું છે.

રેલવેના શેરમાં ફરીથી આવી શકે છે તોફાની તેજી, સરકાર 31,000 કરોડ રૂપિયાનું આ ટેન્ડર બહાર પાડવા જઈ રહી છે
Railway stocks

Follow us on

રેલવે સેક્ટરના કેટલાક શેરમાં ફરી એકવાર વધારો થવાની શક્યતા છે. કારણ કે ભારતીય રેલવે એક મોટો ઓર્ડર આપવાની તૈયારી કરી રહી છે. કેટલાક રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, ભારતીય રેલવેને રુપિયા 31,418 કરોડની કિંમતની વેગન ખરીદી યોજનામાં સુધારો કરવાની ફરજ પડી છે. કારણ કે એક સપ્લાયર, મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ, ઓર્ડરને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે. તમને જણાવી દઈએ કે વેગનને ‘ગુડ્સ ટ્રેન’ કહેવામાં આવે છે.

2022માં આપવામાં આવ્યો હતો ઓર્ડર

કેન્દ્રએ જુલાઈ 2022માં સાત સપ્લાયર સાથે 79,800 વેગનનો ઓર્ડર આપ્યો હતો, જે એકમોની દ્રષ્ટિએ સૌથી મોટો ઓર્ડર હતો, જેનો હેતુ ભારતીય રેલવે નેટવર્ક પર 300,000 વેગનની સંખ્યાને પૂર્ણ કરવાનો હતો. ટીટાગઢ વેગન્સ, ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ, હિન્દુસ્તાન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, કોમર્શિયલ એન્જિનિયર્સ અને બોડી બિલ્ડર્સ (હવે જ્યુપિટર વેગન્સ), ઓરિએન્ટલ ફાઉન્ડ્રી, બેસ્કો અને મોડર્ન ઇન્ડસ્ટ્રીઝ સફળ બિડર્સ હતા.

તમને જણાવી દઈએ કે રેલ નેટવર્ક પર કોલસો અને આયર્ન ઓર જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના પરિવહન માટે વેગનનો ઉપયોગ કરવામાં આવે છે. રેલવે દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓના આધારે તે પ્રતિ યુનિટ રૂપિયા 31.94-36.35 લાખના દરે સપ્લાય કરવાની હતી.

મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો

આ કંપની પાસે સૌથી મોટો ઓર્ડર

સૌથી મોટો ઓર્ડર ટીટાગઢ વેગનને 24,177 એકમો માટે આપવામાં આવ્યો હતો, ત્યારબાદ ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગને 20,067 યુનિટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોર્ડન ઈન્ડસ્ટ્રીઝ જુલાઈ 2022માં ₹3,776.35 કરોડમાં રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરને 9,242 વેગન સપ્લાય કરવાની હતી.

જો કે તેમણે જણાવ્યું હતું કે રેલવે બોર્ડના આદેશથી શરત હેઠળ ગયા મહિને ₹1,287.54 કરોડમાં ઓર્ડર ઘટાડીને 3,151 વેગન કરવામાં આવ્યો હતો. જેમાં કોઈપણ પક્ષને કોઈ નાણાકીય અસર થઈ ન હતી. મતલબ કે કોઈને નુકસાન સહન કરવું પડ્યું ન હતું. મોર્ડન ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે, કર્મચારીઓની સતત અશાંતિને કારણે ઉત્પાદન ખોરવાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, કંપનીએ અત્યાર સુધીમાં રેલવેને 71 વેગનની સપ્લાય કરી છે.

અધિકારીએ આપી હતી માહિતી

રેલવે મંત્રાલયના એક સિનિયર અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અન્ય વેગન સપ્લાયર્સને આપવામાં આવેલા ઓર્ડરની કમીને પૂર્ણ કરવા વધારો કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રેલવેએ હિન્દુસ્તાન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી વધુ 343 વેગન ખરીદવાનું નક્કી કર્યું. જેનાથી કંપનીને આપવામાં આવેલા ઓર્ડરની સંખ્યા 7,506 થઈ ગઈ છે.

 

Next Article