Property Rates: એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 15% સુધીનો વધારો થયો, જાણો કયા શહેરમાં કેટલા મોંઘા થયા મકાન

ગયા વર્ષની સરખામણીમાં મકાનોની કિંમતોમાં સરેરાશ 8 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે દેશના ટોચના-8 શહેરોમાંથી એપ્રિલ-જૂનમાં વાર્ષિક ધોરણે તેમની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. એટલે કે હવે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે.

Property Rates: એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 15% સુધીનો વધારો થયો, જાણો કયા શહેરમાં કેટલા મોંઘા થયા મકાન
Property Rates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:22 PM

દેશમાં પ્રોપર્ટીની કિંમત (Property Rates) સતત વધી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં મકાનોની કિંમતોમાં સરેરાશ 8 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જ્યારે દેશના ટોચના-8 શહેરોમાંથી એપ્રિલ-જૂનમાં વાર્ષિક ધોરણે તેમની કિંમતોમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. એટલે કે હવે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. જાણો ક્યા શહેરમાં કેટલો ભાવ વધારો (Price Hike) થયો.

રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI દ્વારા મકાનની કિંમતોમાં વધારા અંગે કોલિયર્સ લાયસન્સ ફોરમ સાથે મળીને આ અભ્યાસ કરવામાં આવ્યો છે. તેના રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

કોલકાતામાં સૌથી વધુ 15 ટકાનો ભાવ વધારો

ગયા વર્ષની સરખામણીમાં વર્ષ 2023ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કોલકાતામાં મકાનોની કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે. અહીં હાઉસિંગની કિંમતમાં 15 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. દેશના 8 ટોચના શહેરોમાં આ સૌથી વધુ છે. આ પછી લિસ્ટમાં બીજો નંબર દિલ્હી-NCR નો છે. અહીં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે, જ્યારે હૈદરાબાદમાં કિંમતમાં 13 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પુણેમાં આ વધારો 11 ટકા અને અમદાવાદ-બેંગલુરુમાં 10 ટકા થયો છે, જ્યારે ચેન્નાઈમાં માત્ર 6 ટકાનો વધારો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન

મુંબઈમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થયો

દેશના સૌથી મોંઘા શહેર મુંબઈમાં પ્રોપર્ટીના દરો ખૂબ ઊંચા છે, પરંતુ દેશના ટોપ-8 શહેરોમાં આ એકમાત્ર શહેર છે જ્યાં પ્રોપર્ટીના ભાવ એક વર્ષમાં નીચે આવ્યા છે. ગયા વર્ષની સરખામણીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પ્રોપર્ટીના ભાવમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશના કેટલાક સૌથી મોંઘા વિસ્તારો મુંબઈમાં જ છે. તેમાં દક્ષિણ મુંબઈ તેમજ બાંદ્રા અને કુર્લાનો સમાવેશ થાય છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">