Positive Pay System : આજથી બેંકમાં રજૂ થનાર 50 હજારથી વધૂ રકમના ચેકની બે વાર પુષ્ટિ કરાશે, જાણો ચેક લખનારની શું બનશે જવાબદારી

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) એ ચેકની ચુકવણી માટે પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની આજથી શરૂઆત કરી છે. હવે 50,000 થી ઊપરના ચેક માટે જરૂરી જાણકારીની બીજીવારથી પુષ્ટિ કરવામાં આવશે.  આ નવા નિયમ ચેક પેમેંટને સેફ બનાવવા અને બેન્ક ફ્રૉડને રોકવા માટે બનાવામાં આવ્યુ છે. SBI એ એક નિવેદનમાં કહ્યુ છે […]

Positive Pay System : આજથી બેંકમાં રજૂ થનાર 50 હજારથી વધૂ રકમના ચેકની બે વાર પુષ્ટિ કરાશે, જાણો ચેક લખનારની શું બનશે જવાબદારી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 01, 2021 | 9:12 AM

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) એ ચેકની ચુકવણી માટે પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની આજથી શરૂઆત કરી છે. હવે 50,000 થી ઊપરના ચેક માટે જરૂરી જાણકારીની બીજીવારથી પુષ્ટિ કરવામાં આવશે.  આ નવા નિયમ ચેક પેમેંટને સેફ બનાવવા અને બેન્ક ફ્રૉડને રોકવા માટે બનાવામાં આવ્યુ છે.

SBI એ એક નિવેદનમાં કહ્યુ છે કે નવા ચેક ચુકવણી નિયમ (New Cheque Payment Rule)આજે 1 જાન્યુઆરી 2021 થી લાગૂ થશે. બેન્કે કહ્યુ કે RBI ના દિશાનિર્દેશોના અનુસાર, અમે અતિરિક્ત સુરક્ષા નિશ્ચિત કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમને 01/01/2021 થી શરૂ કરી રહ્યા છે.  હવે ચેક રજુ કરવા વાળા વ્યક્તિને ઈલેક્ટ્રૉનિક માધ્યમથી ચેકની તારીખ, લાભાર્થીનું નામ, પ્રાપ્તકર્તા અને પેમેંટની રકમના અંગે  બીજી વાર જાણકારી આપવાની રહેશે.

પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકની જાણકારી SMS, મોબાઈલ એપ, ઈંટરનેટ બેન્કિંગ અને ATM ના માધ્યમથી અપાઈ શકે છે. ચેકની પેમેંટ કરવાથી પહેલા આ જાણકારીઓની બીજીવાર તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગડબડ થાય છે તો ચેક ટ્રંકેશન સિસ્ટમ દ્વારા ચેક રજૂ કરનાર અને પેમેન્ટ કરનાર બંને બેન્કને જાણકારી આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

RBI એ જણાવ્યુ છે કે આ નિયમ 50,000 રૂપિયા અને તેનાથી ઊપરના બધી ચુકવણીના કેસો માટે રહેશે. પૉઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) ની હેઠળ કોઈ થર્ડ પાર્ટીને ચેક રજુ કરવા વાળા વ્યક્તિને પોતાના બેન્કને પણ પોતાની આ ચેકની જાણકારી મોકલવાની રહેશે.

આ સિસ્ટમથી 50,000 રૂપિયાથી વધારાની ચુકવણી વાળા ચેકને રિ-કંફર્મ (Re-Confirmation) કરવાનો રહેશે. પૉઝિટિવ પે સિસ્ટમના દ્વારા ચેકના ક્લિયરન્સને પણ ઓછો સમય લાગશે. આ સુવિધાનો લાભ ઉઠાવાનો નિર્ણય ખાતાધારકના હાથમાં રહેશે. જો બેન્ક ઈચ્છે તો 5 લાખ અને તેનાથી વધારે રકમના ચેકના મામલામાં પણ પૉઝિટિવ પે સિસ્ટમને અનિવાર્ય કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">