PM મોદીની જાહેરાત, 100 લાખ કરોડ રૂપિયાની ગતિશક્તિ યોજના બનશે, તમે પણ જાણો શું હશે તેના ફાયદા ?
75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યા બાદ, ગતિશક્તિ યોજનાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ‘પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય યોજના યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 100 લાખ કરોડનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ, યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની સાથે સાથે, દેશની માળખાકીય સુવિધાઓનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવશે.
લાલા કિલ્લાના પરથી રાષ્ટ્ર જોગ કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આધુનિકીકરણની સાથે સાથે ભારતે તેના માળખાગત વિકાસ માટે સર્વાંગી વિકાસનો માર્ગ અપનાવવો પડશે. વડાપ્રધાને કહ્યું કે આગામી દિવસોમાં ગતિશક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે તેના ફાયદા શું થશે તેમણે જણાવ્યું હતું કે 100 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરતી ગતિશક્તિ યોજના દેશના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે અને માળખાકીય સુવિધાઓનો સર્વાંગી વિકાસ પણ સુનિશ્ચિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે ગતિશક્તિ પહેલ સાથે દેશના સ્થાનિક ઉત્પાદકો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે. આ સાથે, ભવિષ્યમાં નવા આર્થિક ઝોન વિકસાવવાની શક્યતાઓ પણ હશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 7 વર્ષ પહેલા ભારતમાં 8 અબજ ડોલરનાં મોબાઇલ ફોન આયાત કરવામાં આવ્યા હતા. પરંતુ ભારત હવે દર વર્ષે 3 અબજ ડોલરની કિંમતના મોબાઇલ ફોનની નિકાસ કરે છે. આ આજનુ ભારત છે.
ભારત વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની સાથે પીએમએ એમ પણ કહ્યું કે આપણે વિશ્વસ્તરીય ઉત્પાદન કરનારા દેશ તરીકે પોતાની ઓળખ બનાવવી પડશે. ભારત એક એવા દેશ તરીકે ઉભરી આવશે જે શ્રેષ્ઠતમ નવીનતા અને નવા યુગની ટેકનોલોજીનો વિકાસ કરશે.
ડિજિટલ ઉદ્યોગ સાહસિકો ગામોમાંથી બહાર આવી રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે સરકાર હવે નાના ખેડૂતો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિવિધ કારણોસર જમીનના ભાગલા થઈ રહ્યાં છે. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોની સંખ્યા આજે 80 ટકા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે ડિજિટલ સાહસિકો ગામડાઓમાંથી પણ બહાર આવી રહ્યા છે.
भारत को आधुनिक इंफ्रास्ट्रक्चर के साथ ही इंफ्रास्ट्रक्चर निर्माण में होलिस्टिक अप्रोच अपनाने की भी जरूरत है।
भारत आने वाले कुछ ही समय में प्रधानमंत्री गतिशक्ति- नेशनल मास्टर प्लान को लॉन्च करने जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2021