Petrol Diesel Rate Today : એક મહિના પછી પેટ્રોલના ભાવમાં થયો ફેરફાર , જાણો આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે મળી રાહત

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.13 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Rate Today : એક મહિના પછી પેટ્રોલના ભાવમાં થયો ફેરફાર , જાણો આજે પેટ્રોલ - ડીઝલ મોંઘા થયા કે મળી રાહત
File Image of Petrol Pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:19 AM

મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ(Petrol Diesel Rate Today) 100 રૂપિયાને પાર કરી ગયા છે અને ઘણા શહેરોમાં ડીઝલ 100 રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ માટે રવિવારનો દિવસ સારો ગણી શકાય તેમ છે કારણ કે આજે સરકારી તેલ કંપનોએ ભાવ ઘટાડ્યાછે. ઓઇલ કંપનીઓ સવારે પેટ્રોલ-ડીઝલ માટે નવા દરો જારી કરે છે .જો તમે આજની કિંમતો પર નજર નાખો તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઈંધણના ભાવ નીચે આવ્યા છે.

નવા દર મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 પૈસા સુધીનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય કે શનિવાર પહેલા પણ ત્રણ દિવસ માટે ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. બીજી બાજુ પેટ્રોલના ભાવ લાંબા સમયથી સ્થિર છે અને છેલ્લી વખત પેટ્રોલના ભાવમાં ૧૮ જુલાઈએ ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે લગભગ એક મહિના પછી પેટ્રોલના ભાવમાં ફેરફાર થયો છે અને કિંમતો નીચે આવી છે.

આજના નવા દર મુજબ શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 96.64 રૂપિયા પ્રતિ લીટર છેઅને પેટ્રોલની કિંમત 107.66 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.13 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.59 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ  પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.64 89.07
Mumbai 107.66 96.64
Chennai 99.32 93.66
Kolkata 101.93 92.132

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

દરેક શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ અલગ કેમ હોય છે? ભારત એકમાત્ર દેશ છે જ્યાં બળતણ પર સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક કર અને નૂરને કારણે જુદા જુદા શહેરો માટે કિંમતોમાં તફાવત પણ અલગ છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો :  LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં

આ પણ વાંચો :  ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">