LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં

નાણા મંત્રાલય(Finance Ministry)ના અધિક સચિવ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે LICની સૂચિત લિસ્ટિંગ પૂર્ણ થયા બાદ વીમા ઉદ્યોગનો 60 ટકા વ્યવસાય લિસ્ટેડ કંપનીઓમાં આવશે. આ ક્ષેત્ર કુલ અર્થવ્યવસ્થા કરતાં ઝડપથી વધી રહ્યું છે.

LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી  વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર  જાણો અહેવાલમાં
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:53 AM

ભારતીય જીવન વીમા નિગમ (LIC IPO) ના લિસ્ટિંગ પછી 60 ટકા વીમા વ્યવસાય લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનાંતરિત થઈ જશે. નાણા મંત્રાલય(Finance Ministry)ના અધિક સચિવ અમિત અગ્રવાલે આ માહિતી જાહેર કરી હતી. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCA) એ જુલાઈમાં LIC ની લિસ્ટિંગને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વીમા કંપનીઓની સંખ્યા 69 પર પહોંચી નાણા મંત્રાલય(Finance Ministry)ના અધિક સચિવ અમિત અગ્રવાલે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે વિકાસ કરી રહ્યું છે. આપણી નાણાકીય વ્યવસ્થા પરિપક્વ અને ચોક્કસ સ્તરે પહોંચી છે. તેમણે કહ્યું કે સ્પર્ધા માટે વીમા ક્ષેત્ર ખોલ્યા પછી તે પરિપક્વ થઈ ગયું છે. આજે વીમા કંપનીઓની સંખ્યા 69 પર પહોંચી ગઈ છે જે વર્ષ 2000 માં માત્ર 8 હતી.

અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે LICની સૂચિત લિસ્ટિંગ પૂર્ણ થયા બાદ વીમા ઉદ્યોગનો 60 ટકા વ્યવસાય લિસ્ટેડ કંપનીઓમાં આવશે. આ ક્ષેત્ર કુલ અર્થવ્યવસ્થા કરતાં ઝડપથી વધી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પોલિસીધારકોને ડિસ્કાઉન્ટ મળશે સંસદના ચોમાસુ સત્રમાં સરકારે કહ્યું છે કે LIC તેના IPO માં ગ્રાહકો માટે અલગ ક્વોટા નક્કી કરી શકે છે. ઇશ્યૂ કદના 10 ટકા પોલિસીધારકો માટે અનામત રાખી શકાય છે. LIC નો IPO વર્તમાન નાણાંકીય વર્ષ 2021-22 ના અંત સુધીમાં આવી શકે છે એટલે કે 31 માર્ચ, 2021 સુધીમાં તે બજારલા લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. વધુમાં ડેલોઇટ અને SBI કેપ્સની Pre IPO ટ્રાન્ઝેક્શન સલાહકારો તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દેશનો સૌથી મોટો IPO એવું માનવામાં આવે છે કે LIC નો IPO દેશનો સૌથી મોટો IPO હશે. એક અંદાજ મુજબ તે 90,000 કરોડ રૂપિયાથી 1 લાખ કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. આના દ્વારા સરકારને સારી આવક થશે. IPO લાવવા માટે 1956 ના LIC એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે.

IPO માટે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ પણ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. DIPAM સચિવે જણાવ્યું હતું કે IPOઓ માટેની અન્ય જરૂરિયાતોનું પાલન કરવા માટે શેરબજાર નિયામક સાથે ચર્ચા ચાલી રહી છે.

Ministerial Panel હવે IPO સંબંધિત અન્ય પાસાઓ પર નિર્ણય કરશે. લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન તેની વેલ્યુ વધારવા માટે કાર્યરત છે. વધુમાં આંતરિક કાર્યક્ષમતા અને ઉત્પાદન પુનર્ગઠન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :   Gold Hallmarking મામલે જવેલર્સે સરકાર સામે બાંયો ચઢાવી , 23 ઓગસ્ટે સુવર્ણકારોએ હડતાલનું એલાન અપાયું

આ પણ વાંચો :  ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

g clip-path="url(#clip0_868_265)">