ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ

ગુજરાતમાં 50-50 હજાર કરોડના 2 અલગ-અલગ પ્રોજેક્ટમાં 1 લાખ કરોડનું રોકાણલકરવામાં આવશે. આ જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિત્તલ ગ્રુપને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

સમાચાર સાંભળો
ગુજરાત પર ધનવર્ષા! આર્સેલર મિત્તલ ગ્રુપ રાજ્યમાં 1 લાખ કરોડનું રોકાણ કરશે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્ય તમામ મદદ માટે આપ્યો વિશ્વાસ
ArcelorMittal Group will invest Rs 1 lakh crore in Gujarat

ગુજરાત ફરી એક વખત તેના રાજ્યમાં મોટું રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલે ગુજરાતમાં જંગી રોકાણની જાહેરાત કરી છે. આર્સેલર મિત્તલ સુરત નજીક હાગરા ખાતે સ્ટીલ ઉત્પાદન પ્રોજેક્ટમાં મોટું રોકાણ કરવા જઈ રહયા છે. આર્સેલર મિત્તલ દ્વારા ગુજરાતમાં લગભગ 1 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.

આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ અને આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્ડિયાના સીઈઓ દિલીપ ઓમેન શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. આ પછી આર્સેલર મિત્તલ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.

50-50 હજાર કરોડના 2 અલગ-અલગ પ્રોજેક્ટમાં 1 લાખ કરોડનું રોકાણ
આ રોકાણોની અલગથી વાત કરીએ તો આર્સેલર મિત્તલ હજીરામાં સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ .50,000 કરોડનું રોકાણ કરશે. લક્ષ્મી નિવાસ મિત્તલે બેઠક બાદ આ માહિતી આપી હતી. આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલે 2019 માં એસ્સાર પાસેથી પ્રોજેક્ટ સંભાળ્યો હતો. એસ્સાર નાદાર થયા બાદ આ પ્રોજેક્ટ વેચાયો હતો.

આ સિવાય મિત્તલ ગ્રુપ ગુજરાતમાં વધુ 50 હજાર કરોડનું રોકાણ કરવાનું છે. મિત્તલ ગ્રુપ સોલાર પાવર પ્રોજેક્ટ્સ, વિન્ડ પાવર અને હાઇડ્રોજન ગેસના ક્ષેત્રમાં રૂ .50,000 કરોડનું રોકાણ કરવા જઇ રહ્યું છે. આ જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિત્તલ ગ્રુપને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

જાણો લક્ષમી મિત્તલ વિશે
લક્ષ્મી નિવાસ મિત્તલે પોતાની પ્રથમ સ્ટીલ ફેક્ટરી ‘પી.ટી. સ્ટીલ ઇન્ડો ‘ઇન્ડોનેશિયાના સિડોઆર્જોમાં સ્થાપિત કરી હતી. 1990 ના દાયકા સુધી ભારતમાં મિત્તલ પરિવાર પાસે નાગપુરમાં શીટ સ્ટીલ્સની કોલ્ડ રોલિંગ મિલ અને પુણે નજીક એલોય સ્ટીલ પ્લાન્ટ હતો. વિનોદ અને પ્રમોદ મિત્તલ આજે ભારતમાં મિત્તલ ફેમિલી બિઝનેસ ચલાવે છે પરંતુ લક્ષ્મીને આ બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી.માર્ચ 2008 માં ફોર્બ્સ મેગેઝિને લક્ષ્મી મિત્તલને વિશ્વની ચોથી સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરી હતી. લક્ષ્મીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.લક્ષ્મી મિત્તલ હાલમાં આર્સેલર મિત્તલ સ્ટીલ કંપનીના CEO અને ચેરમેન રહ્યા છે. તે EADS, ICICI બેન્ક અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની ગોલ્ડમેન નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. 2008 માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.

 

આ પણ વાંચો :  SBI ખાસ તમારા માટે લાવ્યું છે e-RUPI, બહેનોને આ રક્ષાબંધનમાં આપો કેશલેસ ભેટ

આ પણ વાંચો :  વિશેગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati