પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી સરકારની આવક 6 વર્ષમાં 300 ટકા વધી

ઘરેલુ તેલ કંપનીઓએ સતત 23 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના દર (Petrol-Diesel Price) માં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ સરકારે તેલમાંથી મોટા પૈસા કમાયા છે. પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel) પર કેન્દ્ર સરકારનું ટેક્સ કલેક્શન છેલ્લા છ વર્ષમાં 300 ટકાથી વધુ વધ્યું છે.

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાથી સરકારની આવક 6 વર્ષમાં 300 ટકા વધી
પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે સરકારની આવક 300 ટકા વધી

ઘરેલુ તેલ કંપનીઓએ સતત 23 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના દર (Petrol-Diesel Price) માં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ સરકારે તેલમાંથી મોટા પૈસા કમાયા છે. પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel) પર કેન્દ્ર સરકારનું ટેક્સ કલેક્શન છેલ્લા છ વર્ષમાં 300 ટકાથી વધુ વધ્યું છે. સરકારે સોમવારે લોકસભામાં આ માહિતી આપી હતી. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકારના પ્રથમ વર્ષમાં 2014-15 દરમિયાન પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 29,279 કરોડ રૂપિયા હતી અને ડીઝલ પર 42,881 કરોડ ડ્યુટીમાંથી મેળવાયા હતા. તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પરના વેરાની વસૂલાત વધીને રૂ 2.94 લાખ કરોડ થઈ છે.

રેવેન્યુ કલેક્શન વધીને 12.2 ટકા થયો છે નાણાં રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2014-15માં પેટ્રોલ, ડીઝલ અને ગેસની રેવેન્યુ કલેક્શન 5.4 ટકા હતો જે ચાલુ નાણાકીય વર્ષમાં વધીને 12.2 ટકા થયો છે.

એક્સાઈઝ ડ્યુટીમાં વધારો વર્ષ 2014 માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 9.48 રૂપિયાથી વધીને 32.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે તો બીજી તરફ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 3.56 રૂપિયાથી વધીને 31.80 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. તેમણે કહ્યું કે, 14 માર્ચ, 2020 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 3 રૂપિયા વધારો કરાયો હતો. 6 મે 2020 ના રોજ ફરી એક વાર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરાયો હતો ત્યારે પેટ્રોલમાં 10 રૂપિયા અને ડીઝલમાં 13 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની હાલની છૂટક કિંમત રૂપિયા 91.17 ઉપર 60 ટકા ટેક્સ છે. છૂટક કિંમતના 36 ટકા જેટલી એક્સાઈઝ ડ્યૂટી છે. બીજી તરફ ડીઝલ દિલ્હીમાં લિટર દીઠ 81.47 રૂપિયાના છૂટક વેચાણ ભાવના 53 ટકાથી વધુ ટેક્સ છે. રિટેલ ભાવના 39 ટકા સેન્ટ્રલ એક્સાઈઝ શામેલ છે.

ગ્રાહકોને નુકસાન ભાવમાં આ વધારાથી આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ભારે ઘટાડાથી ગ્રાહકોને મળેલા ફાયદા છીનવાઈ ગયા હતા. એક્સાઇઝ ડ્યુટીમાં વધારો સરકાર દ્વારા નવેમ્બર 2014 અને જાન્યુઆરી 2016 ની વચ્ચે કરવેરામાં વધારો કરવા સમાન છે.

તે 15 મહિનામાં, પેટ્રોલના ભાવ પર ડ્યુટી નવ હપ્તામાં પ્રતિ લિટર રૂ. 11.77 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ .13.47 નો વધારો થયો છે. ઓક્ટોબર 2017 માં સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ 2 નો ઘટાડો કર્યો હતો અને એક વર્ષ બાદ તેમાં લિટર દીઠ રૂ 1.50 નો ઘટાડો કર્યો હતો પરંતુ સરકારે જુલાઈ 2019 માં એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 2 રૂપિયા વધારો કર્યો હતો.

અહીયા ક્લિક કરીને જાણો, આજે અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના શુ રહ્યાં ભાવ.

  • Follow us on Facebook

Published On - 8:53 am, Tue, 23 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati