Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?
Petrol Pump file Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:13 AM

Petrol Diesel Price Today :દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ બુધવાર 15 ડિસેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયાને 42 દિવસ થઈ ગયા છે જ્યારે વર્ષ 2021માં એક સમય એવો હતો જ્યારે તેલની કિંમતો દરરોજ બદલાતી હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘણા દિવસોના વધારા બાદ છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમાશ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલા વધારા ઉપર બ્રેક લાગી છે. છેલ્લા બે દિવસથી ક્રૂડ ઓઇલની કિંમતમાં મંદી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ તે ઘણી ઉપર પહોંચી ગઈ હતી. oilprice.com અનુસાર WTI ક્રૂડની કિંમત ઘટીને 70 ડોલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમતો લગભગ 73 ડોલર પર આવી ગઈ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  ITR Filing : 75 વર્ષથી વધુ વયના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ આ શરતનું પાલન ચૂકશો તો પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">