હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર
આ મોબાઈલ પેટ્રોલ પંપની ક્ષમતા હાલમાં 3,000 લીટર છે અને ગ્રાહક 100 લીટરનું બુકીંગ પણ કરી શકે છે અને ડીઝલ સીધું તેના ઘરઆંગણે પહોંચાડી શકે છે.
રેપોઝ એનર્જી(Repos Energy) એ એક નવી સ્ટાર્ટઅપ કંપની છે જેણે મોબાઈલ અથવા ચાલતા – ફરતા પેટ્રોલ પંપ (Mobile Petrol Pumps)શરૂ કર્યા છે. આ સ્ટાર્ટઅપને ટાટાનો સપોર્ટ મળ્યો છે. આ કંપની તમને ઘરે બેઠા ડીઝલ પહોંચાડશે. અત્યારે આ સેવામાં પેટ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગ્રાહકો ઓનલાઈન ઓર્ડર આપશે અને ડીઝલ તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.
આ કંપનીએ તાજેતરમાં Repos 2.0 Beta મોબાઈલ પેટ્રોલ પંપ લોન્ચ કરવાની જાહેરાત કરી અને સેવા શરૂ કરી છે. બીટાનો મોબાઈલ પેટ્રોલ પંપ હાલમાં દેશભરમાં ફરે છે . આ મોબાઈલ પેટ્રોલ પંપની ક્ષમતા હાલમાં 3,000 લીટર છે અને ગ્રાહક 100 લીટરનું બુકીંગ પણ કરી શકે છે અને ડીઝલ સીધું તેના ઘરઆંગણે પહોંચાડી શકે છે. આ માટે ગ્રાહકે Repos app પર ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે ત્યારપછી ડિલિવરી તેમના ઘરે થઈ જશે.
કંપનીનું ફોકસ ઇંધણની માંગ પર છે રેપોઝ એનર્જીના કો ફાઉન્ડર ચેતન વલુંજે મીડિયાને જણાવ્યું હતું કે આગામી સમયમાં ઇંધણની માંગમાં વધારો જોવા મળશે. આ માટે ડિલિવરી સિસ્ટમ મજબૂત કરવી પડશે જેથી કરીને ગ્રાહકોની માંગ સમયસર પૂરી થઈ શકે. સમયનો બગાડ ટાળતી વખતે ગ્રાહકને ઓછા સમયમાં સારી સેવા આપી શકાય તેનું ધ્યાન રાખવું પડશે. બીટા નેટવર્ક આનું પરિણામ છે જે સખત મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. તેનું માળખું ખૂબ જ મજબૂત છે. અમે કંપનીનો આધાર વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ઈંધણની ડિલિવરીમાં ક્રાંતિ લાવવાનો સમય છે.
એવા વિસ્તારોમાં જ્યાં ફ્યુલ સ્ટેશનો બહુ ઓછા છે અથવા લાંબા અંતરે બાંધવામાં આવ્યા છે ત્યાં ચાલતા – ફરતા પેટ્રોલ પંપ ફાયદાકારક રહેશે. આ પેટ્રોલ પંપ દ્વારા ગ્રાહકોની માંગ ઝડપથી પૂરી થશે કારણ કે તેમને પંપ પર જવું પડશે નહીં પરંતુ પંપ તેમના ઘરે આવશે. બીટા પેટ્રોલ પંપમાં જિયો ફેન્સીંગ અને જીપીએસ ટ્રેકર જેવી સુવિધાઓ છે. આ પેટ્રોલ પંપમાં ઓઈલ લીકેજને રોકવા માટે બ્રેક ઈન્ટરલોક જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કંપની 3 વર્ષ પહેલા શરૂ થઈ હતી રેપોઝ એનર્જી સ્ટાર્ટઅપ ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું. સ્થાપનાની સાથે આ કંપનીએ જાહેરાત કરી હતી કે તે 2021માં 3200 પેટ્રોલ પંપ બનાવશે અને તેને દેશના ખૂણે-ખૂણે વેચશે. આ કંપનીને ટાટા કંપનીના માલિક રતન ટાટા દ્વારા ટેકો મળ્યો છે. ભારતની ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાને જોતા આવનારા સમયમાં ઈંધણનો વપરાશ વધશે. તે મુજબ માંગ પણ વધશે. તેને જોતા દેશના દરેક વિસ્તારમાં પેટ્રોલ પંપની હાજરી વધારવી પડશે. આવી સ્થિતિમાં, મોબાઈલ પેટ્રોલ પંપનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે કારણ કે તે ગ્રાહકોને ઓછા સમયમાં ઘરે ઘરે તેલની ડિલિવરી કરવાની મંજૂરી આપશે.
કંપનીની તૈયારીઓ વિશે કો ફાઉન્ડર અદિતિ ભોસલે વલુંજ કહે છે કે અમારી પાસે 320 મોબાઈલ પેટ્રોલ પંપની ફ્લીટ સર્વિસ છે જેમાં 100 વાહનો સંપૂર્ણ રીતે કાર્યરત છે. આ વાહનો દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવ્યા છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 3200 રેપોઝ મોબાઈલ પેટ્રોલ પંપ (RMPP) શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પણ વાંચો : રુપિયો ગગડતા ખિસ્સા પર પડશે વધારાનો બોજો, જાણો રૂપિયો નબળો પડવાથી અર્થતંત્ર પર શું થશે અસર
આ પણ વાંચો : Closing Bell : સતત બીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, Sensex 166 અને Nifty 43 અંક તૂટ્યા