ITR Filing : 75 વર્ષથી વધુ વયના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ આ શરતનું પાલન ચૂકશો તો પડશો મુશ્કેલીમાં

જો વરિષ્ઠ નાગરિકો કોઈપણ ટેક્સ કપાતનો લાભ લેવા માંગતા હોય, તો તેઓએ ફોર્મ 12BBA માં ઉલ્લેખ કરવો પડશે. આ ફોર્મ ભર્યા બાદ તેને બેંકમાં જમા કરાવવાનું રહેશે.

ITR Filing : 75 વર્ષથી વધુ વયના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ આ શરતનું પાલન ચૂકશો તો પડશો મુશ્કેલીમાં
More than 5 crore ITR filed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 7:59 AM

ITR Filing :જો તમારી ઉંમર 75 વર્ષથી વધુ હોય તો આ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR filing) માંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમમાં છૂટછાટ સાથે સરકારે કેટલીક શરતો પણ મૂકી છે જેનું પાલન ન થાય તો મુશ્ક્લેલીનો સામનો કરવો પડી શકે છે. જો કોઈ વ્યક્તિની ઉંમર 75 વર્ષથી વધુ હોય અને શરતોની અનદેખી કરી ITR ફાઇલ ન કરે તો તેને દંડ થઈ શકે છે.

Income Tax વિભાગ દ્વારા ફોર્મ 12BBA ના રૂપમાં આપવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ અનુસાર વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ 12BBA ભરવાનું રહેશે. જો વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ મેળવે છે અને પેન્શનનો લાભ લે છે તો તે ફોર્મમાં માહિતી આપવી પડશે.

બેન્કને વિગતો આપવી પડશે ફોર્મમાં દર્શાવેલ ટેક્સને બેંકમાં જમા કરાવવાનો રહેશે. એકવાર ટેક્સ જમા થયા બાદ તેને વરિષ્ઠ નાગરિકની ITR ફાઇલ ગણવામાં આવશે. આ પછી વરિષ્ઠ નાગરિકોને અલગ આઇટીઆર ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. ટેક્સ હેઠળ કલમ 80C થી 80U સુધી કરમુક્તિનો લાભ મળશે. ટેક્સની જવાબદારી વિશે માત્ર બેંક જ માહિતી આપશે જેના આધારે ટેક્સની રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે. આ માટે બેંકોએ અલગ કાઉન્ટર બનાવ્યા છે અને કેટલીક બેન્કોમાં આ કામ ચાલી રહ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

FD ના વ્યાજ અંગે નિયમ  હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિકનું પેન્શન અને FD અલગ -અલગ બેંકમાં હોય તો તે વ્યક્તિ કઈ બેંકમાં પોતાનું ફોર્મ 12BBA ભરશે. અત્રે નોંધનીય છે કે સરકારે આ મોટી શરત મૂકી છે કે જે લોકો એકે જ બેંકમાં FD પર પેન્શન અને વ્યાજ મેળવે છે તેઓ રિટર્ન ફાઈલ કરવાથી મુક્તિ મેળવી શકે છે. સરળ ભાષામાં એકે જ બેંકમાંથી પેન્શન અને એફડીમાંથી વ્યાજ મેળવવું જરૂરી છે. જો બે જુદી જુદી બેંકો હોય તો ITR ફાઇલિંગમાંથી કોઈ છૂટ નહીં મળે.

આ બાબતે છૂટ મળશે નહિ ITR ફાઇલિંગને સરળ બનાવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જો એક જ બેંકમાં પેન્શન અને એફડી પર વ્યાજ મળે છે તો બેંક માટે તેને સબમિટ કરવું સરળ રહેશે. એવું પણ બની શકે છે કે જો કોઈ વરિષ્ઠ નાગરિકને બે અલગ અલગ બેંકોમાંથી એફડી પર વ્યાજ મળે તો તે જોવામાં આવશે કે કોઈ પણ બેંકના વ્યાજ પર કર જવાબદારી લેવામાં આવી રહી નથી. જો વ્યાજ કરપાત્ર છે તો ITR રિટર્નમાં છૂટ આપવામાં આવશે નહીં. તેથી આ મુક્તિ સાથે પણ ઘણી મજબૂરીઓ છે તે જાણ્યા પછી જ વ્યક્તિએ વિચારવું જોઈએ કે ITR ફાઇલ કરવી કે નહીં.

આ પણ વાંચો :  Income Tax Rule : જાણો કેમ 31 ડિસેમ્બરની તારીખ કેમ અત્યંત મહત્વની છે? વાંચો વિગતવાર માહિતી અહેવાલમાં

આ પણ વાંચો : હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">