Petrol Diesel Price Today : સતત 22 માં દિવસે ઇંધણમાં ભાવ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સતત 22 માં દિવસે ઇંધણમાં ભાવ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ - ડીઝલની શું છે કિંમત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:38 AM

Petrol Diesel Price Today :સરકારી તેલ કંપનીઓએ મોંઘા પેટ્રોલ-ડીઝલથી સતત 22 માં દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે એટલે કે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL ની વેબસાઈટ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ સપ્તાહે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલના ભાવમાં 22 દિવસ સુધી વધારો જોવા મળ્યો નથી.બીજી તરફ અગાઉ સતત 42 દિવસના ભાવ વધારાના તબક્કામાં કિંમતોમાં વધારાની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

છેલ્લો ફેરફાર 17 મી જુલાઈએ થયો હતો ઉલ્લેખનીય છે કે 18 જુલાઈથી ઈંધણના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 17 જુલાઈએ જોવા મળ્યો હતો. 17 જુલાઈના રોજ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલના દર સ્થિર હતા. આ બાદ સરકારી તેલ કંપનીઓએ ભાવ વધારો ઝીક્યો નથી જોકે હવે દેશવાસીઓ ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

ચાલુ મહિનાથી તેલ ઉત્પાદનમાં વધારો  ઓપેક દેશોએ કહ્યું છે કે ચાલુ મહિનાથી તે દર મહિને તેના ઉત્પાદનમાં 400,000 બેરલનો વધારો કરશે અને આમ હાલમાં લાગુ 5.8 મિલિયન બેરલ/દિવસનો કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થશે. નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદા હેઠળ, UAE મે 2022 થી દરરોજ 3.5 મિલિયન બેરલનું ઉત્પાદન કરી શકશે. અહેવાલો અનુસાર, UAE અગાઉ પોતાના માટે 3.8 મિલિયન બેરલ/દૈનિક ઉત્પાદનની મર્યાદા માંગી રહ્યું હતું. એ જ રીતે સાઉદી અરેબિયાની દૈનિક ઉત્પાદન મર્યાદા 1.10 કરોડ બેરલથી વધારીને 1.15 કરોડ બેરલ કરવામાં આવશે. રશિયાની ઉત્પાદન મર્યાદા સમાન રહેશે. ઇરાક અને કુવૈત માટે દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આનાથી થોડો ઓછો હશે.

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

આ પણ વાંચો :  Sovereign Gold Bond : સસ્તું સોનુ ખરીદવું છે? જાણો ક્યાંથી, ક્યારે અને કંઈ કિંમતે મળશે

આ પણ વાંચો : Income Tax વિભાગે Faceless Assessment હેઠળ ફરિયાદ નોંધાવવા માટે 3 ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા , જાણો કેવી રીતે કરવી ફરિયાદ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">