ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?

શેરનું વેચાણ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતું, જેમાં બે પ્રમોટર્સ, આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઇફ (ઇન્ડિયા) AMC ઇન્વેસ્ટમેન્ટે એસેટ મેનેજમેન્ટ ફર્મમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો.

ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?
Tega Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:02 AM

આદિત્ય બિરલા કેપિટલે મંગળવારે જણાવ્યું હતું કે આદિત્ય બિરલા સન લાઇફ AMC (Aditya Birla Sun Life AMC IPO)ની ઓફર પ્રાઇસ રૂપિયા 5 ના ઇક્વિટી શેર દીઠ રૂપિયા 712 નક્કી કરવામાં આવી છે. ફંડ હાઉસના IPO ને કલોઝિંગના દિવસના અંત સુધીમાં 5.25 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું.

બીડર્સ BSE વેબસાઇટ અથવા IPO ની સત્તાવાર રજિસ્ટ્રાર વેબસાઇટ – KFintech પ્રાઇવેટ લિમિટેડ પર ઓનલાઇન અરજીની સ્થિતિ ચકાસી શકે છે. જો કે, શેરની ફાળવણીની જાહેરાત પછી જ અરજીની સ્થિતિ ચકાસી શકાય છે જે 6 ઓક્ટોબરે થવાની ધારણા છે.

શેર ફાળવવામાં આવ્યા બાદ ઇક્વિટી શેર 8 ઓક્ટોબરે જમા થવાની ધારણા છે.પ્રારંભિક જાહેર ઓફર 695-712 પ્રતિ શેરની કિંમતની શ્રેણીમાં 38,880,000 ઇક્વિટી શેરની હતી. આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ મંગળવારે કહ્યું કે તેણે એન્કર રોકાણકારો પાસેથી 789 કરોડ એકત્ર કર્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શેરનું વેચાણ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હતું, જેમાં બે પ્રમોટર્સ, આદિત્ય બિરલા કેપિટલ અને સન લાઇફ (ઇન્ડિયા) AMC ઇન્વેસ્ટમેન્ટે એસેટ મેનેજમેન્ટ ફર્મમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો.આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી આદિત્ય બિરલા ગ્રુપ અને કેનેડાના સન લાઇફ ફાઇનાન્સિયલ ઇન્ક વચ્ચે સંયુક્ત સાહસ છે.

IPO મળ્યો કે નહીં તે જાણો આદિત્ય બિરલા સન લાઇફ AMC ના IPO ની ફાળવણી 6 ઓક્ટોબરના રોજ થશે. તમને IPO મળ્યો છે કે નહીં તે જાણવા માટે આ બે રી અનુસરો

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ પર ફાળવણી તપાસો >> તમારે પહેલા આ લિંક KFintech link — kprism.kfintech.com/ipostatus/ પર ક્લિક કરવાનું રહેશે. >> તે પછી ડ્રોપડાઉન દ્વારા IPO નું નામ પસંદ કરો. >> હવે તમારું ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી અથવા પાન દાખલ કરો. >> જો તમારી પાસે એપ્લિકેશન નંબર છે તો અરજીના પ્રકાર પર ક્લિક કરો. >> એનએસડીએલ અથવા સીડીએસએલમાંથી તમારી ડિપોઝિટરી પસંદ કરો અને તમારો ડીપી આઈડી અથવા ક્લાઈન્ટ આઈડી દાખલ કરો. >> તે પછી કેપ્ચા સબમિટ કરો. >> અહીં તમે ફાળવણીની સંપૂર્ણ વિગતો જોશો. >> જો તમને શેર ફાળવવામાં ન આવે તો રિફંડ આગામી બે દિવસમાં આવશે.

આ પણ વાંચો : EPFO: શું તમને તમારું UAN યાદ નથી? ચિંતા ન કરશો, આ સરળ રીતથી તુરંત એક્ટિવ થઈ જશે એકાઉન્ટ

આ પણ વાંચો : ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">