Petrol Diesel Price Today : ફરી પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારા માટે રહેવું પડશે તૈયાર!!! જાણો કેમ?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ફરી પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારા માટે રહેવું પડશે તૈયાર!!! જાણો કેમ?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:03 AM

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે ક્રૂડ ઓઈલ(Crude Oil) 119.7 ડોલર અને યુએસ ડબલ્યુટીઆઈ ક્રૂડ 118.9 ડોલરના સ્તરે બંધ થયું છે. સૂત્રો અનુસાર ક્રૂડ હજુ ઉપર જઈ શકે છે. તેલમાં ઉતાર – ચઢાવ છતાં સરકરી તેલ કંપનીઓએ આજે સામાન્ય માણસને રાહત આપી છે.  આજે પણ પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.

21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. આ ઘટાડા બાદ રાજ્ય સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર લગભગ 7-9 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારપછી કોઈ વધારો કે ઘટડાઓ કરવામાં આવ્યો નથી.

ક્રૂડ ઓઇલ ફરી 125 ડોલર સુધી પહોંચે તેવા સંકેત

પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પર નિર્ભર કરે છે કારણ કે ભારત 85 ટકા તેલની આયાત કરે છે. IIFL સિક્યોરિટીઝના કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે ક્રૂડ ઓઈલ 120 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં તે ફરીથી 125 ડોલરના સ્તરે પહોંચી જશે. ઓપેક પ્લસ દેશોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા અને ચીનમાંથી માંગ વધી રહી છે જેના કારણે ભાવ વધી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">