હવે GPFમાં 5 લાખથી વધુનું રોકાણ કરી શકાશે નહીં, જાણો નવો નિયમ

હાલમાં, GPF પર મળતું વ્યાજ PPF જેટલું જ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) એ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં તે 7.1 ટકા છે. આ ત્રિમાસિક ગાળા માટે CPF, AISPF, SRPF અને AFPPF જેવી અન્ય યોજનાઓના વ્યાજ દરો પણ 7.1 ટકા છે.

હવે GPFમાં 5 લાખથી વધુનું રોકાણ કરી શકાશે નહીં, જાણો નવો નિયમ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 7:30 AM

જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમો અંગે બદલાયેલા નિયમની જો તમે સરકારી કર્મચારી છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સરકારે જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ હવે સરકારી કર્મચારીઓ એક નાણાકીય વર્ષમાં GPFમાં માત્ર 5 લાખ રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકશે. જીપીએફ એ પીપીએફ  જેવી જ યોજના છે જેમાં માત્ર સરકારી કર્મચારી જ યોગદાન આપી શકે છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) એ 11 ઑક્ટોબર, 2022ના રોજ ઑફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જનરલ પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસ) નિયમો 1960 મુજબ સબ્સ્ક્રાઇબરના સંબંધમાં GPF 6 ટકાથી ઓછું ન હોવું જોઈએ એટલે કે ત્યારે તેના પર કોઈ ઉપલી મર્યાદા ન હતી પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે.

નવો નિયમ

જનરલ પ્રોવિડન્ટ ફંડ (સેન્ટ્રલ સર્વિસ) નિયમો, 1960 મુજબ, અત્યાર સુધી આ ફંડમાં પૈસા મૂકવા માટે કોઈ ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. અત્યાર સુધીના નિયમો અનુસાર કર્મચારીઓ તેમના પગારની ટકાવારી મૂકી શકતા હતા પરંતુ જ્યારે 15 જૂન 2022 ના રોજ સરકારી સૂચના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હવે એક નાણાકીય વર્ષમાં GPF ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુની રકમ ઉમેરી શકાશે નહીં.

GPF શું છે?

GPF એ પ્રોવિડન્ટ ફંડ (PF) એકાઉન્ટનો એક પ્રકાર છે, પરંતુ તે તમામ કર્મચારીઓને લાગુ પડતું નથી. જીપીએફનો લાભ માત્ર સરકારી કર્મચારીઓને જ મળે છે. આ લાભ મેળવવા માટે, સરકારી કર્મચારીઓએ તેમના પગારનો ચોક્કસ ભાગ GPFમાં ફાળો આપવો પડશે. સરકારી કર્મચારીઓની ચોક્કસ શ્રેણી માટે GPFમાં યોગદાન ફરજિયાત છે. રોજગારના સમયગાળા દરમિયાન કર્મચારી દ્વારા GPFમાં આપેલા યોગદાનમાંથી કુલ રકમ કર્મચારીને નિવૃત્તિ સમયે ચૂકવવામાં આવે છે. સરકાર જીપીએફમાં ફાળો આપતી નથી, માત્ર કર્મચારી દ્વારા ફાળો આપવામાં આવે છે. નાણા મંત્રાલય દર ક્વાર્ટરમાં જીપીએફના વ્યાજ દરમાં ફેરફાર કરે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

GPF પર વ્યાજ દર

હાલમાં, GPF પર મળતું વ્યાજ PPF જેટલું જ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ (DEA) એ ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલમાં તે 7.1 ટકા છે. આ ત્રિમાસિક ગાળા માટે CPF, AISPF, SRPF અને AFPPF જેવી અન્ય યોજનાઓના વ્યાજ દરો પણ 7.1 ટકા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">