કોરોના વાયરસથી બચવા લોકોએ સેનેટાઈઝરથી ધોઈ ચલણીનોટ, સેનેટાઈઝરથી ખરાબ થયેલી 1 લાખ કરોડની ચલણી નોટના RBIમાં લાગ્યા થોકડા

કોરોના વાયરસથી બચવા લોકોએ સેનેટાઈઝરથી ધોઈ ચલણીનોટ, સેનેટાઈઝરથી ખરાબ થયેલી 1 લાખ કરોડની ચલણી નોટના RBIમાં લાગ્યા થોકડા


કોરોનEથી બચવા હેન્ડ સેનિટાઇઝરના વારંવાર ઉપયોગ કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે પણ લોકોએ હાથ સેનિટાઇઝ કરવાના સ્થાને હાથમાં આવતી ચલણી નોટો વારંવાર સેનિટાઇઝ કરવા માંડતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સમસ્યામાં વધારો થયો છે. કોરોના વાઇરસને નષ્ટ કરવા ચલણી નોટનું સેનિટાઈઝ કરી લોકોએ કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ કરી નાખી છે. સેનિટાઇઝ કરેલી નોટની શાહી ફેલાતી હતી તો સ્પ્રે કરી સુકવવાના સ્થાને સીધી નોટ ઉપયોગમાં લેવાથી તે ખરાબ થવા માંડી છે.

 એક માહીતી મુજબ, ચાલુ વર્ષે રૂ. 2000ની 35360 કરોડની 17.68 કરોડ નંગ નોટ,  રૂ. 500ની 8225 કરોડ કિંમતની 16.45 કરોડ નંગ નોટ,રૂ. 200ની 636 કરોડ કિંમતની 3.18 કરોડ નંગ નોટ , રૂ.100ની 44793 કરોડ કિંમતની 447.93 કરોડ નંગ નોટ ખરાબ થવાથી નિકાલની પ્રક્રિયા માટે આરબીઆઈમાં મોકલાઈ છે.


અધધ કહી શકાય તેટલી નોટ ખરાબ થતા આરબીઆઈ સામે પણ મોટી સમસ્યા ઉભી થઇ છે હજારોની સામે કરોડોની સંખ્યામાં ખરાબ નોટ પહોંચતા નિકાલ સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે. કોરોનાએ અર્થતંત્રની તો પાયમાલી કરી જ છે પણ અર્થતંત્રના ચલણને પણ બરબાદ કરવા માંડયો હોવાનું ખરાબ થયેલી ચલણી નોટોની સંખ્યા ઉપરથી લાગી રહ્યું છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati