સામાન્ય લોકોને મોંઘવારીથી મળશે રાહત, ડુંગળી અને ટામેટા બાદ હવે સરકાર વેચશે સસ્તી ચણા દાળ

હાલ 'ભારત દાળ' નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED), નેશનલ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF), કેન્દ્રીય ભંડાર અને સફળ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મોબાઈલ વાન દ્વારા પણ આ દાળ વેચી રહી છે

સામાન્ય લોકોને મોંઘવારીથી મળશે રાહત, ડુંગળી અને ટામેટા બાદ હવે સરકાર વેચશે સસ્તી ચણા દાળ
Bharat Dal
Follow Us:
| Updated on: Nov 14, 2023 | 6:15 PM

ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી પર હુમલો કર્યો છે. છૂટક બજારમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં વધારો થવા લાગ્યો ત્યારે સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે ડુંગળી અને ટામેટાનું વેચાણ શરૂ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ સરકારે સસ્તા ભાવે લોટનું વેચાણ કરવા માટે ‘ભારત આટા’ લોન્ચ કર્યું હતું. આ જ ક્રમમાં હવે ‘ભારત દાળ’ લોન્ચ કરવામાં આવી છે.

‘ભારત દાળ’ બ્રાન્ડ હેઠળ દાળના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો

કેન્દ્ર સરકાર હવે ‘ભારત દાળ’ ના નામથી ચણાની દાળનું છૂટક વેચાણ કરી રહી છે. સરકારે તેને જુલાઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. સરકાર ‘ભારત દાળ’ બ્રાન્ડ હેઠળ 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે તેનું વેચાણ કરશે. થોડા જ દિવસોમાં સમગ્ર દેશમાં આ દાળ ઉપલબ્ધ થશે. દાળના ભાવ છૂટક બજાર કરતાં લગભગ અડધા છે.

આ સ્થળો પર મળી રહી છે ‘ભારત દાળ’

હાલ ‘ભારત દાળ’ નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED), નેશનલ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF), કેન્દ્રીય ભંડાર અને સફળ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મોબાઈલ વાન દ્વારા પણ આ દાળ વેચી રહી છે, જેનું વેચાણ ‘ભારત આટા’ની સાથે થઈ રહ્યુ છે.

કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય

27.50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે ‘ભારત આટા’

આ મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા ‘ભારત આટા’નું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ઘઉંનો લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. સમગ્ર દેશમાં NAFED, NCCF અને કેન્દ્રીય ભંડારના અંદાજે 2,000 આઉટલેટ્સ પરથી તેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત સરકાર 800 મોબાઈલ વાન દ્વારા પણ ‘ભારત આટા’નું વેચાણ કરી રહી છે.

સરકાર દેશમાં કઠોળ, લોટ, ચોખા, ડુંગળી, બટેટા અને ટામેટા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો બફર સ્ટોક રાખે છે. તેના માટે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવામાં આવ્યું છે. જે હેઠળ સરકાર ચણા, અડદ, તુવેર, મગ અને મસૂર જેવા કઠોળનો સ્ટોક રાખે છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે આ સ્ટોકમાંથી કઠોળનો જથ્થો ખુલ્લા બજારમાં મુકવામાં આવે છે.

આ પણ વાંચો : સામાન્ય લોકોને મળી મોટી રાહત, ઓક્ટોબરમાં મોંઘવારી દર 5 મહિનામાં સૌથી નીચો રહ્યો

સરકારે અડદ અને તુવેરની આયાતને માર્ચ 2024 સુધી ‘ફ્રી કેટેગરીમાં’ રાખી છે. આ સાથે જ મસૂરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. હાલમાં નાફેડ દ્વારા કઠોળ 60 રૂપિયે કિલો, લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
g clip-path="url(#clip0_868_265)">