AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામાન્ય લોકોને મળી મોટી રાહત, ઓક્ટોબરમાં મોંઘવારી દર 5 મહિનામાં સૌથી નીચો રહ્યો

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.62 ટકા અને 5.12 ટકા રહ્યો હતો, જે એક વર્ષ પહેલાના આ જ મહિનામાં 6.50 ટકા અને 6.98 ટકા કરતાં ઓછો હતો. આરબીઆઈએ છેલ્લી ચાર બેઠકોમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી સરેરાશ 5.4 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષમાં 6.7 ટકા કરતાં ઓછો છે.

સામાન્ય લોકોને મળી મોટી રાહત, ઓક્ટોબરમાં મોંઘવારી દર 5 મહિનામાં સૌથી નીચો રહ્યો
Inflation
| Updated on: Nov 13, 2023 | 7:09 PM
Share

વધતી મોંઘવારીને લઈ આમ જનતાને મોટી રાહત મળી છે. દેશમાં છૂટક મોંઘવારી દર સતત બીજા મહિને 6 ટકાથી નીચે આવી ગયો છે. ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 5 ટકાથી પણ ઓછી જોવા મળી છે. સરકારે સોમવારે મોંઘવારીના આંકડા જાહેર કર્યા જેમાં ઓક્ટોબર માસમાં વાર્ષિક ધોરણે ભારતમાં છૂટક મોંઘવારીમાં ઘટાડો થયો અને તે 4.87 ટકા છે. શાકભાજીના ભાવમાં ઘટાડાને કારણે સપ્ટેમ્બરમાં મોંઘવારીનો દર ઘટીને 5.02 ટકા રહ્યો હતો. મોંઘવારી હાલમાં પણ ભારતીય રિઝર્વ બેંકના એવરેજ 4 ટકાના ટાર્ગેટથી ઉપર છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીનો દર

શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીનો દર 4.62 ટકા અને 5.12 ટકા રહ્યો હતો, જે એક વર્ષ પહેલાના આ જ મહિનામાં 6.50 ટકા અને 6.98 ટકા કરતાં ઓછો હતો. આરબીઆઈએ છેલ્લી ચાર બેઠકોમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી સરેરાશ 5.4 ટકા રહેશે, જે ગયા નાણાકીય વર્ષમાં 6.7 ટકા કરતાં ઓછો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરની શરૂઆતમાં કહ્યું હતું કે, કેન્દ્રીય બેંક જરૂર કરતા વધારે સતર્ક છે અને મોંઘવારીના ટાર્ગેટને અનુરૂપ કરવા માટે પગલાં લેવા માટે તૈયાર છે.

6 રાજ્યમાં મોંઘવારી 4 ટકા કે તેનાથી ઓછી

ભલે દેશમાં મોંઘવારીનો દર આરબીઆઈની સરેરાશ 4 ટકા કરતાં વધારે છે છતાં દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં મોંઘવારીનો દર 4 ટકા કે તેનાથી ઓછો છે. દિલ્હી અને છત્તીસગઢમાં છૂટક મોંઘવારી 3 ટકાથી ઓછી રહેવાનો અંદાજ છે. દિલ્હીમાં રિટેલ મોંઘવારી 2.48 ટકા અને છત્તીસગઢમાં 2.44 ટકા છે. હિમાચલ પ્રદેશમાં મોંઘવારી દર 4.05 ટકા રહ્યો, જે એવરેજની વધારે નજીક છે.

આ પણ વાંચો : દિવાળીમાં સસ્તું સોનુ ખરીદવાનો અવસર, જાણો આજનો લેટેસ્ટ રેટ

જમ્મુ-કાશ્મીરમાં મોંઘવારીનો દર નીચો જોવા મળ્યો

મધ્યપ્રદેશમાં ઓક્ટોબર મહિનામાં મોંઘવારી દર ઘટીને 3.99 ટકા પર આવી ગયો છે. તમિલનાડુ પણ એવું રાજ્ય છે જે આરબીઆઈના સરેરાશ ટાર્ગેટ એટલે કે 4 ટકા પર પહોંચ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ મોંઘવારીનો દર નીચો જોવા મળી રહ્યો છે. અહીં છૂટક મોંઘવારીનો દર 3.49 ટકા રહ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">