AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે

Paytmના એક એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એપ તેની એકંદર આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહી નથી. "Paytm માટે કેનેડામાં કન્ઝ્યુમર એપની કામગીરી ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી

Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે
From March 14 2022 Paytm Canada App will be shutting down permanently
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:25 AM
Share

Paytm એ કેનેડામાં તેની એપ 14 માર્ચથી બંધ (paytm canada shutting down)કરવાનો નિર્ણય લીધો છે. One97 Communications Ltd.ની માલિકીની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ઉત્તર અમેરિકાના દેશમાં તેના ગ્રાહકોને આ અંગેની જાણ કરી છે. કંપનીએ શુક્રવારથી કેટલીક સેવાઓ પૂરી પાડવાનું બંધ કરી દીધું હતું.

Paytm એ તેનું કેનેડા ડિવિઝન Paytm Labs Inc 2014 માં શરૂ કર્યું હતું અને 2018 માં યુઝર્સ માટે બિલ પેમેન્ટ રીવોર્ડ પ્રોગ્રામ ઓફર કરવાનું શરૂ કર્યું હતું. ફિનટેક ફર્મે એક મીડિયાને જણાવ્યું હતું કે Paytm Labsના પ્રયાસોને ભારતમાં ઉપલબ્ધ તકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Paytmના એક એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એપ તેની આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહી નથી. “Paytm માટે કેનેડામાં કન્ઝ્યુમર એપની કામગીરી ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી,અત્યારે (Paytm) કેનેડા માટેનો નિર્ણય innovation અને R&D છે”

એક બ્લોગપોસ્ટમાં Paytm કેનેડાએ જણાવ્યું હતું કે તેણે 2019 થી બિલની ચૂકવણી માટે ગ્રાહકો પાસેથી convenience fee વસૂલવામાં આવતી હતી અને હવે તેણે ગ્રાહક એપ્લિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

“આ સમય દરમિયાન અમારે કેટલાક કઠિન વ્યવસાયિક નિર્ણયો લેવા પડ્યા છે. કમનસીબે 14 માર્ચ 2022 થી Paytm Canada Appકાયમી ધોરણે બંધ થઈ જશે” તેમણે કહ્યું “14 જાન્યુઆરી 2022 થી અમે Paytm કેશ માટે સુનિશ્ચિત પેમેન્ટ અને ટોપ-અપ્સને અક્ષમ કરીશું જેમાં EMT ટ્રાન્સફર (email money transfers), કેનેડા પોસ્ટ(Canada Post) અને બેંક ટ્રાન્સફર(bank transfers)નો સમાવેશ થાય છે.”

કેનેડામાં Paytm Labs ટીમનું પ્રાથમિક કાર્ય ગ્રાહક ડેટાનું R&D વિશ્લેષણ અને સમગ્ર વિશ્વમાં કંપનીના ઉત્પાદનો અને સેવાઓ માટે ટેક્નિકલ સપોર્ટની જોગવાઈ છે એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

“અમે કેનેડા ઓપરેશન્સ કામગીરીના ભાગ રૂપે B2C એપ્લિકેશન સાથે દેશમાં એક નાનો પ્રયોગ શરૂ કર્યો. અમારા તમામ સંસાધનોને ભારતની વિશાળ તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને કેનેડા B2C એપને જોતાં અમે 14 માર્ચ 2022થી જ Canada B2C app ને બંધ કરવાનું નક્કી કર્યું છે ” તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું. આ નિર્ણયનો કેનેડા સ્થિત પેટીએમ લેબ્સ અથવા પેટીએમના ભારતના વ્યવસાય અથવા આવક પર કોઈ સંબંધ કે અસર નથી. અમે ભારતમાં નાણાકીય સમાવેશને ચલાવવાના અમારા મિશન માટે પ્રતિબદ્ધ રહેવાનું ચાલુ રાખીએ છીએ.”

Paytmના કો-ફાઉન્ડર વિજય શેખર શર્મા(Vijay Shekhar Sharma )એ જણાવ્યું હતું કે કંપની ચાલુ ક્વાર્ટરમાં પેમેન્ટમાંથી 100 મિલિયન ડોલરની આવક મેળવવાનું વિચારી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો હતો અને Paytm ની સફળતા નાણાકીય સેવાઓના નેતૃત્વમાં મુદ્રીકરણ સાથે કંપની શું કરે છે તેના પર નિર્ભર રહેશે.

આ વચ્ચે Paytm ના શેર જેમણે કંપનીના નવેમ્બરના લિસ્ટિંગ પછી રૂ 2,150ની IPO કિંમતની સરખામણીમાં લગભગ અડધું મૂલ્ય ગુમાવ્યું છે તે શુક્રવારે BSE પર 8.4% વધીને 1,118.35 પર બંધ થયો હતો જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સ ફ્લેટ બંધથયો હતો.

આ પણ વાંચો : સસ્તી કિંમતે શેરમાં રોકાણથી કમાણીની તક, આ ઓટો પાર્ટ્સ કંપનીનો સ્ટોક 21 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે

આ પણ વાંચો : SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">