સસ્તી કિંમતે શેરમાં રોકાણથી કમાણીની તક, આ ઓટો પાર્ટ્સ કંપનીનો સ્ટોક 21 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે

ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીના બોર્ડે સોમવાર 17 જાન્યુઆરીએ વ્યવસ્થાની યોજના માટે રેકોર્ડ ડેટ(record date) નક્કી કરી છે.

સસ્તી કિંમતે શેરમાં રોકાણથી કમાણીની તક, આ ઓટો પાર્ટ્સ કંપનીનો સ્ટોક 21 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે
Motherson Sumi નો શેર રેકોર્ડ ડેટ પહેલા 21% ડીકાઉન્ટ રેટ ખરીદવાનો અવસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 6:53 AM

મધરસન સુમી (Motherson Sumi) સિસ્ટમ્સના શેર્સ તેના વાયરિંગ હાર્નેસ અંડરટેકિંગના ડિમર્જર(demerger)ની કંપનીની રેકોર્ડ તારીખ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર શુક્રવારના સત્રમાં 21 ટકા તૂટ્યો હતા. આ સ્થિતિને બે દર્ષ્ટિકોણથી જોવામાં આવી રહી છે એક પાસું રેકોર્ડ ડેટ પહેલા જબરદસ્ત વેચાણ જણાવી રહ્યું છે તો બીજું રેકોર્ડ ડેટ પહેલા 21% ડીકાઉન્ટ રેટ ઉપર શેર ખરીદવાના અવસર તરીકે પણ જોડવામાં આવી રહ્યું છે.

ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીના બોર્ડે સોમવાર 17 જાન્યુઆરીએ વ્યવસ્થાની યોજના માટે રેકોર્ડ ડેટ(record date) નક્કી કરી છે. સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન મધરસન સ્ટોક(Motherson stock) શુક્રવારથી એક્સ-ડોમેસ્ટિક વાયરિંગ હાર્નેસ( ex-domestic wiring harness)નો વેપાર કરશે.

બજારની અપડેટને પગલે NSE પર શુક્રવારે (14 જાન્યુઆરી, 2022) મધરસન સુમી સિસ્ટમનો શેર 22.12 ટકા ઘટીને રૂ. 182.85 સુધી લપસ્યો હતો. ગુરુવારે શેર રૂ. 234.80 પર સ્થિર થઈ હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને BSE બેરોમીટર સેન્સેક્સ(Sensex ) એ ફ્લેટ કલોઝિંગ સાથે ૧૨ અંકના નજીવા ઘટાડા બાદ 61,223.03 ઉપર કારોબાર પૂર્ણ કર્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

Motherson Sumi Systems Limited ના શેરની છેલ્લી સ્થિતિ

Last Closing Price :  185.50 INR−49.30 Open(14 Jan.) 194.95 High(14 Jan.) 202.30 Low(14 Jan.) 182.65 Mkt cap          58.55TCr P/E ratio        29.01 Div yield         0.81% 52-wk high    272.85 52-wk low     143.15

સૂચિત પુનઃરચના હેઠળ ડોમેસ્ટિક વાયરિંગ હાર્નેસ બિઝનેસને હાલની એન્ટિટીમાંથી ડિમર્જ કરવામાં આવશે અને માર્ચ સુધીમાં અલગથી લિસ્ટ કરવામાં આવશે. ડિમર્જ્ડ એન્ટિટી મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા (Motherson Sumi Wiring India – MSWIL) તરીકે ઓળખાશે. હાલની કંપની મધરસન સુમી સિસ્ટમ્સ પ્રમોટર-સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ (Samvardhana Motherson International – SAMIL) માં મર્જ કરવામાં આવશે.

શેરધારકોને ડિમર્જડ સાથે હાલની એન્ટિટીમાંથી એક શેર મળશે

ICICIdirect ના 10 જાન્યુઆરીની નોંધમાં જણાવાયું હતું કે “અમે SOTP ધોરણે MSSL માં અગાઉના SAMILના વિલીનીકરણ પછીની સંયુક્ત એન્ટિટીને રૂ. 270 પર મૂલ્ય આપીએ છીએ. પરિણામે, વ્યક્તિગત એકમો એટલે કે DWH અને નવા SAMIL (ex-DWH) માટે અમારું લક્ષ્ય અનુક્રમે રૂ. 70 અને રૂ. 200 છે. ઊંચા RoCE પ્રોફાઇલ જે લગભગ 40 ટકા અને DWH ખાતે પ્યોર-પ્લે ડોમેસ્ટિક PV વાયરિંગ હાર્નેસ સેગમેન્ટનું એક્સપોઝર અમે તેને FY23માં 40 ગણા PE પર પ્રીમિયમ વેલ્યુએશન અસાઇન કરીએ છીએ જ્યારે FY23માં નવી SAMILનું મૂલ્ય 26 ગણું PE છે”

ETIGના અહેવાલ મુજબ SAMILનું વાજબી મૂલ્ય શેર દીઠ રૂ. 170-230ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે જ્યારે ડોમેસ્ટિક વાયરિંગ હાર્નેસનું અનુમાન પ્રતિ શેર રૂ. 60-80 છે. ડિમર્જર જૂથ માળખું સરળ બનાવવા અને વૃદ્ધિ માટે મજબૂત પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરશે. તે બંને એન્ટિટીના પાછળના 12 મહિનાના નાણાકીય પ્રદર્શનના આધારે 5 ટકાના મૂલ્યમાં વધારો કરશે તેમ અહેવાલમાં ઉમેર્યું હતું.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : Multibagger Penny Stock :આ શેરે માત્ર 12 દિવસમાં રોકાણકારોના પૈસા કર્યા ડબલ, જાણો આ પેની સ્ટોક વિશે વિગતવાર

આ પણ વાંચો : LIC IPO : માર્ચ સુધી આવશે દેશનો સૌથી મોટો IPO, જાણો SEBI સમક્ષ ક્યારે રજૂ થશે દસ્તાવેજ

g clip-path="url(#clip0_868_265)">