પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ સીઈઓ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ જવાબદારી સંભાળશે. જેક ડોર્સીએ પણ પરાગ અગ્રવાલને સીઈઓ તરીકે નિયુક્ત કરતી વખતે તેમની પ્રશંસા કરી છે.

પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO
Parag Agarwal and Anand Mahindra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 4:38 PM

પરાગ અગ્રવાલ(Parag Agarwal) ટ્વિટરના CEO બની ગયા છે. જેવે લઇને અલગ અલગ લોકોની પ્રતિક્રિયાઓ(Reactions) સામે આવી રહી છે. ટ્વિટર(Twitter)ની આ ઘોષણા પછી, ભારતીયો વિવિધ ટેક કંપનીઓમાં મોટા હોદ્દા પર પહોંચવાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

આનંદ મહિન્દ્રાનું ટ્વિટ ઉદ્યોગસાહસિક પેટ્રિક કોલિસને એક ટ્વીટ દ્વારા આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપનીઓમાં મહત્વપૂર્ણ પદો પર ભારતીયોના ઉદયને રેખાંકિત કર્યો હતો. ભારતીય ઉદ્યોગસાહસિક આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતુ કે, ”આ એક એવી મહામારી છે જેના વિશે અમે ખુશ છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે તેની ઉત્પત્તિ ભારતમાં થઈ છે. આ ભારતીય CEO વાયરસ છે તેની કોઈ રસી નથી.”

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઉદ્યોગસાહસિક પેટ્રિકનું ટ્વિટ આનંદ મહિન્દ્રાએ જે ઉદ્યોગસાહસિક પેટ્રિક કોલિસના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી તે પેટ્રિકે ટ્વિટ કર્યુ હતુ કે, ‘Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks અને હવે Twitter ની આગેવાની ભારતમાં ઉછરેલા CEO કરે છે. ટેક્નોલોજીની દુનિયામાં ભારતીયોની અદ્ભુત સફળતા અને યુએસ ઇમિગ્રન્ટ્સને જે તકો આપી રહ્યું છે તે જોવું અદ્ભુત છે. પરાગને અભિનંદન.

વિશ્વની મોટી કંપનીઓમાં સીઈઓ ભારતીય મૂળના તમને જણાવી દઈએ કે માત્ર ટ્વિટર જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ, ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ, કોમ્પ્યુટર હાર્ડવેર કંપની આઈબીએમ, કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની એડોબ, પ્રોફેશનલ સર્વિસ કંપની ડેલોઈટ, ગ્રોસરી સ્ટોર કંપની આલ્બર્ટસન કંપનીઓમાં પણ સીઈઓ પદ ભારતીય મૂળના અધિકારીઓ સંભાળે છે. સુંદર પિચાઈ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ છે.

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક, બિલ ગેટ્સની કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ ભારતીય મૂળના સત્ય નડેલા છે.આંધ્ર પ્રદેશમાં જન્મેલા અરવિંદ કૃષ્ણા વિશ્વની જાણીતી કોમ્પ્યુટર હાર્ડવેર કંપની IBM ના વર્તમાન ચેરમેન અને CEO છે. અરવિંદને એપ્રિલ 2020માં કંપનીના CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ રીતે અન્ય કંપનીઓમાં પણ ભારતીય મૂળના અનેક દિગ્ગજો મોટા હોદ્દા સંભાળે છે.

તમને જણાવી દઈએ કે ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ સીઈઓ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમના સ્થાને હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ જવાબદારી સંભાળશે. ડોર્સીએ પરાગ અગ્રવાલને સીઈઓ તરીકે નિયુક્ત કરતી વખતે તેમની પ્રશંસા કરી છે.

પરાગ 2011માં ટ્વિટર સાથે જોડાયા અગ્રવાલ 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. ત્યારથી તે માત્ર ટ્વિટરમાં જ કામ કરી રહ્યો છે. 2017માં તેમને કંપનીના CTO બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000થી ઓછી હતી. ટ્વિટર જોઇન કરતા પહેલા પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી છે.

આ પણ વાંચો –સબ્યસાચીના જવેલરીની જાહેરાત પર થયો નવો વિવાદ, જેને યુઝરે માહૌલ- એ-માતમ’ બતાવ્યું, જાણો આ પાછળનું કારણ

આ પણ વાંચો – Surat: 12 ટકા GST કાપડ ઉદ્યોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થશે, નાણામંત્રીને રજુઆત કરવા ટેક્ષટાઇલ સંગઠનો થયા એકજુટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">