AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI આપી રહી છે PERSONAL LOAN ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ! માત્ર 4 ક્લિકથી ખાતામાં આવી જશે પૈસા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી(Zero Processing Fees) પર લોન આપશે. ઝીરો પ્રોસેસિંગ ફી ફક્ત 31મી જાન્યુઆરી 2022 પહેલા લીધેલી પર્સનલ લોન પર જ લાગુ થશે.

SBI આપી રહી છે PERSONAL LOAN ઉપર  વિશેષ ડિસ્કાઉન્ટ! માત્ર 4 ક્લિકથી ખાતામાં આવી જશે પૈસા
State Bank of India - SBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:19 AM
Share

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકો માટે પર્સનલ લોન(Personal Loan) પર વિશેષ ડિસ્કાઉન્ટ આપ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી(Zero Processing Fees) પર લોન આપશે. ઝીરો પ્રોસેસિંગ ફી ફક્ત 31મી જાન્યુઆરી 2022 પહેલા લીધેલી પર્સનલ લોન પર જ લાગુ થશે. SBIની આ પર્સનલ લોન(SBI Personal Loan) માટે કોઈપણ સમયે અરજી કરી શકાય છે. મતલબ કે જો તમે રાતના સમયે પણ લોન માટે એપ્લાય કરશો તો કોઈ સમસ્યા નહીં થાય. તમારે YONO એપ પર માત્ર ચાર ક્લિક કરવાની રહેશે અને તમને લોન મળી જશે.

જો કે, દરેકને આ લોન મળશે નહીં. જે ગ્રાહકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત કેટલાક નિયમોનું પાલન કરે છે તે જ ગ્રાહકોને લોન મળી શકે છે જેમને લોન માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈ શકો છો.

જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંકે તાજેતરમાં જ આ ઓફર વિશે ટ્વિટ કર્યું છે. બેંકે પોતાના ટ્વિટમાં પર્સનલ લોન પર આપવામાં આવતી આ ઓફરના ફાયદાઓ વિશે જણાવ્યું છે. બેંકે કહ્યું છે કે ઓછા વ્યાજ દર, શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે અમે તમને સાચું પસંદ કરવામાં મદદ કરીએ છીએ. SBI પર્સનલ લોન માટે ગ્રાહકોએ માત્ર 9.60 ટકા વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

આ લોન કેવી રીતે મેળવવી? આ લોન મેળવવા માટે તમારી પાસે SBIની YONO એપ હોવી જરૂરી છે. જો તમે YONO પર છો અને લોન માટે પાત્ર છો, તો તમે માત્ર ચાર સ્ટેપ્સ અનુસરીને લોન મેળવી શકો છો. 1. સૌ પ્રથમ ગ્રાહકે YONO એપ પર લોગીન કરવું પડશે. 2. આ પછી ગ્રાહકે ‘Avail Now’ પર ટેપ કરવાનું રહેશે. 3. પછી ગ્રાહકે સમય અને રકમ ભરવાની રહેશે. 4. આ પછી ગ્રાહકે એક OTP દાખલ કરવો પડશે જે તેના મોબાઈલ પર આવ્યો હતો. OTP ભર્યા બાદ લોનની રકમ ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે.

અરજી કરતા પહેલા તમારી યોગ્યતા તપાસો જો તમે આ પર્સનલ લોન મેળવી શકો છો કે નહીં તે જાણવા માગો છો, તો તમે 567676 પર SMS દ્વારા પણ જાણી શકો છો. તમારે 567676 નંબર પર <PAPL> <space> <SBI એકાઉન્ટના છેલ્લા ચાર નંબર> મોકલવા પડશે.

આ પણ વાંચો : IPO Update : RateGain IPO છેલ્લા દિવસે 17 ગણો સબ્સ્ક્રાઇબ થયો, Mapmyindia ઇશ્યૂ પહેલા દિવસે સંપૂર્ણ ભરાયો

આ પણ વાંચો : છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">