શું તમે ભારતથી UK શીફ્ટ થઈ રહ્યા છો ? તો SBI માં આ ખાસ ખાતું ખોલાવો અને મેળવો ફ્રી મની ટ્રાન્સફર સહીત અનેક લાભ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ભારત છોડીને UK શીફ્ટ થતા ગ્રાહકોને નમસ્તે યુકે (Namste UK) ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. નમસ્તે યુકે ખાતું ખોલાવવા માટે તમે યોનો એસબીઆઈ યુકે (YONO SBI UK) મોબાઇલ એપનો ઉપયોગ કરી શકો છો.

શું તમે ભારતથી UK શીફ્ટ થઈ રહ્યા છો ? તો SBI માં આ ખાસ ખાતું ખોલાવો અને મેળવો ફ્રી મની ટ્રાન્સફર સહીત અનેક લાભ
નમસ્તે યુકે એકાઉન્ટ

જો તમે ભારતથી યુનાઇટેડ કિંગડમ (United Kingdom- UK) શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો, તો નાણાકિય વ્યવહારોની ચિંતા છોડી દો. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ભારત છોડીને જતા ગ્રાહકોને નમસ્તે યુકે (Namste UK) ખાતું ખોલવાની સુવિધા આપી રહી છે. નમસ્તે યુકે (Namaste UK) ખાતું ખોલવા માટે તમે યોનો એસબીઆઈ યુકે (YONO SBI UK) મોબાઇલ એપનો ઉપયોગ કરી શકો છો. SBI એ ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે.

આ એકાઉન્ટ દ્વારા, તમે ભારતમાં પ્રેફરેન્શિયલ એક્સચેન્જ રેટ પર મની ટ્રાન્સફરની સુવિધા સાથે આંતરરાષ્ટ્રીય ડેબિટ અને અન્ય ઘણી બેન્કિંગ સુવિધાઓ મેળવી શકો છો.

SBI એ એક ટ્વિટમાં કહ્યું, તમે અમારી સાથે ગમે ત્યાં અને કોઈ પણ સમયે બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકો છો. યોનો એસબીઆઈ યુકે (YONO SBI UK) મોબાઈલ એપ દ્વારા એસબીઆઈ યુકે (SBI UK) ની સાથે #NamasteUK એકાઉન્ટ ખોલો અને ભારતમાં પ્રેફરેન્શિયલ રેટ પર મની ટ્રાન્સફર સહિતના ઘણા લાભોનો આનંદ માણો. નિયમો અને શરતો લાગુ છે.

આ સિવાય એસબીઆઈએ પોતાના ટ્વીટમાં એ પણ લખ્યું છે કે, યુકે જવા માટે ભારત છોડતા પહેલા એસબીઆઈ યુકે નમસ્તે યુકે એકાઉન્ટ (SBI UK Namste UK) ખોલો.

કઈ સુવિધાઓ મળશે

  • નમસ્તે યુકે ખાતામાં, તમને પ્રેફરેન્શિયલ એક્સચેન્જ રેટ પર ભારતમાં ફ્રી મની ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે.
  • આ ઉપરાંત, તમને ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ મળશે જેનો કોઈ ચાર્જ ચુકવવાનો રહેશે નહી.
  • નમસ્તે યુકે એકાઉન્ટ એક્ટીવેટ થયા પછી, તમને અનલીમીટેડ વિડ્રોલ અને ડીપોઝીટ કરવાની સુવિધા મળશે.
  • આ ખાતું ફક્ત YONO SBI UK એપ દ્વારા જ ખોલી શકાશે.

કેવી રીતે નમસ્તે યુકે એકાઉન્ટ ખોલશો.

  • નમસ્તે યુકે ખાતું ખોલવા માટે, સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલમાં યોનો એસબીઆઇ યુકે એપ (YONO SBI UK) ડાઉનલોડ કરવાની  રહેશે.
  • આ એપ્લિકેશનમાં, તમને સૌથી છેલ્લે નમસ્તે યુકે એકાઉન્ટ ખોલવાનો (Open Namaste UK Account) વિકલ્પ જોવા મળશે.
  • તમે આ વિકલ્પ પર જઈને અને વર્ણવેલ પ્રક્રિયાને અનુસરીને નમસ્તે યુકે ખાતું ખોલી શકો છો.

 

આ પણ વાંચો : Franklin Templetonના યુનિટ ધારકોને 1 સપ્ટેમ્બરથી છઠ્ઠા હપ્તામાં 2918 કરોડ ચુકવાશે , કુલ રોકાણની 95 ટકા ચુકવણી પૂર્ણ કરાઈ

આ પણ વાંચો : Maharashtra: બાર ખુલી શકે છે તો મંદિર કેમ નહિ? અન્ના હજારેએ આપી મહારાષ્ટ્ર સરકારને ચેતવણી, મંદિર ખોલો અથવા આંદોલનનો સામનો કરવા તૈયાર રહો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati