AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nykaa IPO listing: શેરબજારમાં Nykaa ની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ, જાણો ક્યા ભાવે થયું લિસ્ટિંગ

Nykaa ની શરૂઆત નવ વર્ષ પહેલા ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. ફાલ્ગુની ઉપરાંત તેના પ્રમોટર્સમાં સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.

Nykaa IPO listing: શેરબજારમાં Nykaa ની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ, જાણો ક્યા ભાવે થયું લિસ્ટિંગ
Nykaa IPO listing
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 1:19 PM
Share

Nykaa IPO listing: ભારતીય શેરબજાર આજે બુધવારે લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યું છે પરંતુ આ સામે આજે લિસ્ટિંગ થનાર શેરે રેકોર્ડ બનાવ્યો છે. સૌંદર્ય ઉત્પાદનોની ઈ-કોમર્સ કંપનીFSN E-Commerce Ventures Ltd (Nykaa) ના IPO હેઠળ તેના શેરનું જોરદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર NSE પર 79 ટકાના પ્રીમિયમ સાથે રૂ2018 પર લિસ્ટેડ છે જ્યારે BSE પર તે લગભગ 78 ટકાના પ્રીમિયમ સાથે રૂ2001 પર લિસ્ટેડ છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે સવારથી ભારતીય શેરબજાર લાલ નિશાનમાં છે. BSE સેન્સેક્સ 138 પોઈન્ટ ઘટીને 60,295.26 પર ખુલ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 171 પોઈન્ટ ઘટીને 17,973.45 પર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 59,967.45 ના નીચલા સ્તરે નોંધાયો છે.

લિસ્ટિંગને લઈ સારા અનુમાન હતા Nykaaના શેરને ગ્રે માર્કેટમાં લગભગ 68 ટકા પ્રીમિયમ મળી રહ્યું હતું. આનાથી સંકેત મળે મળ્યા હતા કે કંપનીના શેર BSE અને NSE પર મજબૂત શરૂઆત કરી શકે છે. શેરનો ગ્રે માર્કેટમાં લગભગ રૂ 1,885ના ભાવે વેપાર થતો હતો. કંપનીના ના ઈશ્યુને લગભગ 82 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.

કંપની 9 વર્ષ પહેલા શરૂ થઈ હતી Nykaa ની શરૂઆત નવ વર્ષ પહેલા ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. ફાલ્ગુની ઉપરાંત તેના પ્રમોટર્સમાં સંજય નાયર, ફાલ્ગુની નાયર ફેમિલી ટ્રસ્ટ અને સંજય નાયર ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.OFS માં હિસ્સો સંજય નાયર ફેમિલી ટ્રસ્ટ અને કેટલાક શેરધારકો વતી વેચવામાં આવશે. ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને રૂ 2,441 કરોડ થઈ હતી અને તેણે રૂ 61.9 કરોડનો નફો કર્યો હતો.

માર્ચના અંત સુધીમાં કંપનીની મોબાઈલ એપ્સ લગભગ 4.37 કરોડ ડાઉનલોડ થઈ ગઈ હતી. મોબાઈલ એપ ખરીદી તેના ઓનલાઈન ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુના 86 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેન્લી, બોફા સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, જેએમ ફાઇનાન્શિયલ અને ICICI સિક્યોરિટીઝ IPO માટે મર્ચન્ટ બેન્કર્સ છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: રાહતના સમાચાર, આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલના ભાવ

આ પણ વાંચો : Stock Update : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે! કરો એક નજર આજના TOP GAINER STOCKS ઉપર

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">