હવે તમે તમારી બંધ LIC પોલિસી ફરી શરૂ કરી શકો છો,સરકારે શરૂ કરી વિશેષ યોજના, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
જો તમે કોરોના મહામારી દરમિયાન પૈસાની અછતને કારણે તમારું LIC વીમા પ્રીમિયમ ચૂકવી શક્યા નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી
જો તમે કોરોના મહામારી દરમિયાન પૈસાની અછતને કારણે તમારું LIC વીમા પ્રીમિયમ ચૂકવી શક્યા નથી, તો હવે ચિંતા કરવાની જરૂર નથી, આવા પોલિસી ધારકો માટે LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવ્યું છે. 7 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી એલઆઈસી પોલિસીધારકોને લેપ્સ થયેલી વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવાની તક આપવામાં આવી રહી છે.
7 फरवरी से लेकर 25 मार्च तक LIC लैप्स हो चुकी बीमा पॉलिसी को फिर से सक्रिय करने का मौक दे रही है. क्या आपको अपनी LIC की लैप्स बीमा पॉलिसी को सक्रिय करवाना चाहिए? समझिए LIC की इस योजना के पेंच.@priyankasambhav pic.twitter.com/VP1LHfRssS
— Money9 (@Money9Live) February 7, 2022
વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવા પર લાગતી ફી માં છૂટ આપવામાં આવી રહી છે. જે પોલિસીની પાકતી મુદત પૂરી થઈ નથી તે જ આ યોજના હેઠળ ફરીથી સક્રિય થઈ શકે છે . આ ઉપરાંત પાંચ વર્ષ સુધી પ્રીમિયમની ચુકવણી ન થઇ હોય તે પોલિસી એક્ટિવેટ કરી શકાય છે.ઉલ્લેખનીય છે કે ટર્મ પ્લાન અને હાઇ રિસ્ક પ્લાન પર કોઈ છૂટ અપાઈ રહી નથી.વધુમાં પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી તબીબી તપાસમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. પરંતુ આરોગ્ય અને સૂક્ષ્મ વીમા યોજનાને રિવાઇવ કરવા પર કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં.
આ નિયમો નિયમો અને શરતોનું પાલન જરૂરી
- IRDAI માર્ગદર્શિકા અનુસાર વીમા પૉલિસી જ્યારે ગ્રેસ પીરિયડ દરમિયાન ચૂકવવામાં આવતી નથી ત્યારે તે લેપ્સ થઈ જાય છે. વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમની ચુકવણી માટેનો ગ્રેસ પીરિયડ 30 દિવસનો છે.
- મંથલી પેમેન્ટ માટે ગ્રેસ પીરિયડ 15 દિવસ છે. લેપ્સ પોલિસી ફરી શરૂ કરવા માટે, વ્યાજ સાથે ઉપાર્જિત પ્રીમિયમ ચૂકવવું પડશે. સાથે જ નિયમો મુજબ લેટ ફી પર GST વસૂલવામાં આવશે.
- આ સ્પેશિયલ ઑફર હેઠળ લેપ્સ LIC પોલિસી ફરી શરૂ કરવા માટે પોલિસીધારકો તેમના એજન્ટોનો સંપર્ક કરી શકે છે.
- કોઈપણ વ્યક્તિ એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પરથી રિવાઈવલ ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. બાકી પ્રીમિયમની રકમ સાથે લેટ ફી સાથે ફોર્મ ભરો અને તેને LIC ઓફિસમાં સબમિટ કરી શકાશે
- 1 લાખની પ્રીમિયમ વાળી હેલ્થ ઇન્શ્યોરેસ પર ફીસ પર 20 ટકા અને મહત્તમ 2000 રુપિયાનીની છૂટ અને 3 લાખ પ્રીમિયમ વાળી પોલિસીમાં 30 અથવા મેક્સિમમ 3000 રૂપિયાની છૂટ આપે છે.
LIC તેના પોલિસીધારકોને IPOમાં 10 ટકા શેર ડિસ્કાઉન્ટ રેટ આપવાની યોજના પર કામ કરી રહી છે. એટલે કે લાખો LIC પોલિસીધારકો સસ્તા શેર મેળવી શકે છે. એલઆઈસી તેના કર્મચારીઓ માટે એક હિસ્સો અનામત રાખવાનું પણ વિચારી રહી છે.
LIC તેના પોલિસીધારકોને IPOમાં 10 ટકા શેર ડિસ્કાઉન્ટ રેટ પર આપવાની યોજના પર કામ કરી રહી છે. એટલે કે લાખો LIC પોલિસીધારકો સસ્તા શેર મેળવી શકે છે. એલઆઈસી તેના કર્મચારીઓ માટે એક હિસ્સો અનામત રાખવાનું પણ વિચારી રહી છે.
શું તમારે તમારી લેપ્સ્ડ પોલિસી રિવાઇવ કરવી જોઈએ?
જો તમે માત્ર એક કે બે પ્રિમીયમજ ચૂકવ્યા હોય અને રકમ નજીવી હોય અને તમારી જરૂરિયાતો હાલની પોલિસીને આવરી લેવામાં સક્ષમ ન હોય તો તેને ફરીથી શરૂ કરવાનો કોઈ અર્થ નથી. લેપ્સ પોલિસી રિવાઇવ કરતા પહેલા મૂલ્યાંકન કરો કે તમને આ પોલિસીની જરૂર છે કે નહીં?
આ પણ વાંચો : શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે