શું તમે બેરોજગાર છો? સરકારની આ યોજના તમને આર્થિક સહાય આપશે, જાણો યોજના અને અરજી કરવાની પ્રક્રિયા વિશે
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) આ યોજના ચલાવે છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ‘અટલ બિમિત વ્યાખ્યા કલ્યાણ યોજના’ ને 30 જૂન 2022 સુધી લંબાવી દીધી છે.
મોદી સરકાર(Modi Goverment ) એવા લોકોને બેરોજગારી ભથ્થું (Unemployment allowance)આપી રહી છે જેમણે કોરોના સમયગાળામાં પોતાની નોકરી ગુમાવી છે. આ સમયગાળો પૂરો થઈ રહ્યો હતો પરંતુ સરકારે યોજના જૂન સુધી લંબાવી છે. કેન્દ્રની મોદી સરકારે ESICની દેખરેખ હેઠળ અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના(Atal Beemit Vyakti Kalyan Yojana – ABVKY) શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર એવા લોકોને બેરોજગારી લાભ આપશે જેમણે કોરોના રોગચાળામાં તેમની નોકરી ગુમાવી છે. એક અંદાજ મુજબ આ યોજનામાં 40 લાખ લોકોને લાભ મળશે. અટલ બિમિત વ્યકિત કલ્યાણ યોજના ESIC વીમાધારક કર્મચારીઓને તેમની બેરોજગારી દરમિયાન રોકડ વળતરના રૂપમાં રાહત પૂરી પાડે છે. હાલમાં આ યોજના હેઠળ વીમાધારક કર્મચારીને બેરોજગારીના કિસ્સામાં મહત્તમ 90 દિવસ માટે તેની સરેરાશ કમાણીનો 50% ચૂકવવામાં આવે છે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ અટલ બીમિત વ્યાખ્યા કલ્યાણ યોજના(Atal Beemit Vyakti Kalyan Yojana)નો વિસ્તાર કર્યો છે. હવે જે લોકોએ નોકરી ગુમાવી છે તેમને 30 જૂન, 2022 સુધી બેરોજગારી ભથ્થું મળશે. કોઈ પણ કારણોસર નોકરી ગુમાવનારને 3 મહિના માટે કુલ પગારનું 50 ટકા બેરોજગારી ભથ્થું આપવાની યોજના છે.
કોરોનાકાળ દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. સરકાર બેરોજગારોને બેરોજગારી ભથ્થું આપે છે. બેરોજગારોને ભથ્થું આપવા માટે સરકારે ‘અટલ બીમિત વ્યાખ્યા કલ્યાણ યોજના’ નામની યોજના શરૂ કરી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) આ યોજના ચલાવે છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે ‘અટલ બિમિત વ્યાખ્યા કલ્યાણ યોજના’ ને 30 જૂન 2022 સુધી લંબાવી દીધી છે. આ અગાઉ આ યોજના 30 જૂન 2021 સુધી હતી.
અટલ બિમિત વ્યાક્તિ કલ્યાણ યોજના શું છે?
યોજનાનો લાભ કોણ લઇ શકે?
- આ યોજનાનો લાભ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો બેરોજગાર બને ત્યારે લઈ શકે છે જેની કંપની દર મહિને PF / ESI પગાર કાપે છે.
- ESI નો લાભ ખાનગી કંપનીઓ, ફેકટરીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. આ માટે ESI કાર્ડ બનાવવામાં આવે છે.
- કર્મચારીઓ આ કાર્ડ અથવા કંપનીમાંથી લાવેલા દસ્તાવેજના આધારે યોજનાનો લાભ લઈ શકે છે.
- ESI નો લાભ તે કર્મચારીઓને મળે છે જેમની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી હોય.
આ રીતે નોંધણી કરાવો
- યોજનાનો લાભ લેવા માટે તમારે પહેલા ESIC ની વેબસાઇટ પર અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
- https://www.esic.nic.in/attachments/circularfile/93e904d2e3084d65fdf7793e9098d125.pdf
- હવે ફોર્મ ભરો અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ની નજીકની શાખામાં સબમિટ કરો.
- ત્યારબાદ, ફોર્મ રૂ .20 ના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર નોટરીના સોગંદનામા સાથે હશે.
- આ ફોર્મમાં AB-1 થી AB-4 સબમિટ કરવામાં આવશે.
- જો તમે ખોટા આચરણને કારણે તમારી નોકરી ગુમાવશો તો કોઈ ફાયદો થશે નહીં.
કોને લાભ નહિ મળે?
જે લોકોને ખોટા આચરણને કારણે કંપનીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને યોજનાનો લાભ મળશે નહીં. આ સિવાય જે કર્મચારીઓએ ફોજદારી કેસ નોંધાવ્યો હોય અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી હોય તેઓ પણ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
આ પણ વાંચો : ભ્રામક જાહેરાતો પર લાગશે લગામ, સરકારે Sensodyne અને Naaptol સામે કાર્યવાહીના આદેશ જારી કર્યા
આ પણ વાંચો : New wage code : તમારા પગાર માળખામાં ફરી ફેરફાર થઈ શકે છે, હવે તમારી બેઝિક સેલેરી 50 ટકા નહિ હોય