મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન

TV9 GUJARATI

|

Updated on: Aug 11, 2021 | 10:43 PM

સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મોટી ઈ-કોમર્સ કંપનીઓ નહીં કરી શકે નાના દુકાનદારોનું નુકસાન, આ માટે સરકારે બનાવ્યો જબરદસ્ત પ્લાન

દેશના નાના વેપારીઓ, ખાસ કરીને છૂટક વેપારીઓ, હંમેશા ડરતા રહ્યા છે કે ઓનલાઈન ઈ-કોમર્સ કંપનીઓના કારણે તેમનો વ્યવસાય ધીમો થઈ ગયો છે. દેશના વેપારી સંગઠનો તેનો સતત વિરોધ કરી રહ્યા છે. આ માટે વેપારી સંગઠનોએ સરકારને પણ અપીલ કરી છે પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે દેશના નાના દુકાનદારોને ઈ-કોમર્સ કંપનીઓના કારણે કોઈ મુશ્કેલી ભોગવવી નહીં પડે. હકીકતમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર ગ્રાહકો અને નાના દુકાનદારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરકારે ખાતરી પણ આપી છે કે આ બાબતે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે.

લોકસભામાં  કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) માહિતી આપતા જણાવ્યું છે કે સરકાર સતત ઈ-કોમર્સ નિયમો પર નજર રાખી રહી છે અને સરકાર નિયમોને વધારે કડક કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓની જેમ ઈ-કોમર્સ કંપનીઓમાં ફરિયાદ અધિકારીઓની નિમણૂક કરવા અંગે વિચારી રહી છે.

મહત્વના પગલા લેવામાં આવ્યા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે સરકારે ઈ-કોમર્સ કંપનીઓની મનમાનીને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. ગોયલે કહ્યું કે દેશમાં આ મુદ્દે ભારે ચિંતા પ્રવર્તી રહી છે. પીયૂષ ગોયલે આ બાબતે ગૃહમાં સ્પષ્ટ કહ્યું છે કે વડાપ્રધાન મોદીની સૂચના છે કે ગ્રાહક સુરક્ષિત રહે અને નાના દુકાનદારોને તકલીફ ન પડે. ગોયલે કહ્યું કે સરકાર નિયમોને લઈને ખૂબ જ ગંભીર છે.

શું છે ઘટના 

ઈ-કોમર્સ કંપનીઓ વધુ નફો મેળવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે. જેનો દેશના વેપારી સંગઠનો દ્વારા અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવા નિયમો હેઠળ પ્લેટફોર્મ અને પ્લેટફોર્મ પર નોંધાયેલા વિક્રેતાઓ વચ્ચેના તમામ પ્રકારના કરાર પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ.

જેમાં વેચનાર અને પ્રોડક્ટ્સ વિશેની તમામ માહિતી ગ્રાહક સમક્ષ જાહેર કરવી જોઈએ. વધુમાં જણાવ્યું કે ઈ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા ઉપયોગમાં લેવાતા સર્ચ અલ્ગોરિધમમાં પણ પારદર્શિતા હોવી જોઈએ.

દેશના વ્યાપારી થયા એકજૂટ

ઈ-કોમર્સ કંપનીઓની મનમાની રોકવા માટે દેશના વેપારીઓએ મોરચો ખોલ્યો છે. આ વેપારીઓનો આરોપ છે કે મોટી સંખ્યામાં ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી રહી છે, તેમજ બીજી બાજુ સરકારે બનાવેલા નિયમોનો ઉલાળ્યો કરી રહી છે.

આ પણ વાંચો : TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati