TET 2021 Registration: TET 2021 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આવી રીતે કરો અરજી
મહારાષ્ટ્ર એલીજીબીલીટી ટેસ્ટ 2021 (MAHA TET 2021) માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, મંગળવાર 3 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર એલીજીબીલીટી ટેસ્ટ 2021 (MAHA TET 2021) માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, મંગળવાર 3 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિષદ પરિષદ દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ MAHA TET 2021ની સત્તાવાર વેબસાઇટ mahatet.in પર જઈને અરજી કરી શકે છે.
આ પરીક્ષા (MAHA TET 2021 Exam) માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2021 છે. આ સિવાય ઉમેદવારો આ લેખની નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે. આ વર્ષે MAHA TETની પરીક્ષા 2 વર્ષના અંતરાલ બાદ લેવામાં આવી રહી છે. આ માટે 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શિક્ષકો માટે આ પરીક્ષા ફરજિયાત છે.
મહત્વની તારીખો
- નોંધણીની શરૂઆતની તારીખ – 3 ઓગસ્ટ 2021
- નોંધણી કરવાની છેલ્લી તારીખ – 25 ઓગસ્ટ 2021
- પરીક્ષાની તારીખ – 10 ઓક્ટોબર 2021
MAHA TET 2021 માટે કેવી રીતે કરવી અરજી
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ mahatet.in પર જાઓ.
- MAHA TET2021 લિંક પર રજિસ્ટર ન્યૂ ટેબ પર ક્લિક કરો.
- ઉમેદવારોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- તે પછી તેઓએ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
- ઉમેદવારોએ અરજી સબમિટ કરતા પહેલા અરજીમાં આપેલી માહિતી ચકાસવી જોઈએ.
- ઉમેદવારો અરજી ફી ઓનલાઇન ભરી શકે છે.
- ઉમેદવારોએ ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની નકલ રાખવી જોઈએ.