હવે દેશમાં દવાઓ સસ્તી મળશે! PM નરેન્દ્ર મોદીના આ માસ્ટર પ્લાનથી ફાર્મા સેક્ટર આત્મનિર્ભર બનશે
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક સરકારી રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત તેના 68 ટકા APIs ચીનથી આયાત કરે છે. એવું માનવામાં આવે છે કે તેને ભારતમાં બનાવવું તેની આયાત કરતાં મોંઘું છે. સરકાર સમર્થિત સંસ્થા ટ્રેડ પ્રમોશન કાઉન્સિલનો અંદાજ છે કે ભારત તેના લગભગ 85 ટકા API ચીનમાંથી આયાત કરે છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો ફાર્મા ઉદ્યોગ(pharma industry) ધરાવે છે. ભારત એક્વિટ ફાર્મા ઘટકો (APIs) અથવા જથ્થાબંધ દવાઓનું ઉત્પાદન પણ કરે છે પરંતુ આ ઉત્પાદન ભારત અને નિકાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું નથી. આ માટે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 35,249 કરોડના કાચા માલની નિકાસ કરી હતી. આ નિકાસ વિવિધ દેશોમાંથી થાય છે. સમસ્યા દૂર કરી આત્મનિર્ભર બનવા દેશમાં ભરૂચના જંબુસર સહિત બલ્ક ડ્રગ પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. 10 ઓક્ટોબરે પ્રધાનમંત્રીએ જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્કનું શિલાન્યાસ કર્યું હતું.
દવાઓ બનાવવા માટે વપરાતો કાચો માલ, જેને API કહેવાય છે તે બલ્ક ડ્રગ પાર્કમાં તૈયાર કરવામાં આવશે. ભારત હાલમાં દવાઓના પુરવઠા માટે કાચા માલની જરૂરિયાતો માટે વિદેશી દેશો પર નિર્ભર હોવાથી દવાઓ મોંઘી છે. જો ભારત તેની જરૂરિયાતો માટે વિદેશી કાચા માલ પર નિર્ભરતા ઘટાડશે તો ખર્ચમાં ઘટાડો થશે.
ભારત સરકારે વિદેશો પરની આ નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે PLI જેવી મહત્વની યોજનાઓ પણ ચલાવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર, સરકાર 2024 સુધીમાં વિદેશો પર નિર્ભરતા 25 ટકા ઘટાડવાની યોજના ધરાવે છે. એવું જોવામાં આવ્યું છે કે ભારત ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ માટે ચીનમાંથી લગભગ 53 પ્રકારના API આયાત કરે છે. અને અલબત્ત, ચીન પોતાની શરતો અને કિંમતો પર ભારતને કાચો માલ પૂરો પાડે છે. ટ્યુબરક્યુલોસિસ, કેન્સર, સ્ટેરોઇડ્સ અને વિટામિન્સ માટેની દવાઓ પણ ચીનથી આયાત કરાયેલા કાચા માલમાંથી બનાવવામાં આવે છે.
ચીન ઉપર મોટી નિર્ભરતા
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક સરકારી રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારત તેના 68 ટકા APIs ચીનથી આયાત કરે છે. એવું માનવામાં આવે છે કે તેને ભારતમાં બનાવવું તેની આયાત કરતાં મોંઘું છે. સરકાર સમર્થિત સંસ્થા ટ્રેડ પ્રમોશન કાઉન્સિલનો અંદાજ છે કે ભારત તેના લગભગ 85 ટકા API ચીનમાંથી આયાત કરે છે.
દવાઓ બનાવતા મોટા દેશોની યાદીમાં અમેરિકાનું નામ પણ સામેલ છે. યુએસ તેના કાચા માલના લગભગ 24 ટકા ચીનમાંથી અને 19 ટકા API ભારતમાંથી આયાત કરે છે. જો ભારતમાં API બનાવવાનું કામ આગળ વધે તો ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા સાથે નિકાસમાં અગ્રેસર બની શકે છે.