મુકેશ અને અનિલને બદલે બીજા બે અંબાણી ભાઈઓ અમીરોની યાદીમાં ટોચ પર પહોંચ્યા, જાણો કોણ છે તે અને કેટલી છે સંપતિ ?
ક્રિસિલ અને 360 ONE વેલ્થ દ્વારા ઉદ્યોગપતિઓની સંપત્તિ અંગેનો અભ્યાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રિલાયન્સના બે અંબાણી ભાઈઓ મુકેશ અને અનિલ નહીં પરંતુ બીજા બે ભાઈઓ ચમક્યા છે. આ બન્ને અંબાણી ભાઈ સૌથી ધનિક સંપત્તિ સર્જકો તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત, અહેવાલમાં એવા ક્ષેત્રો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ધનિક લોકો છે અને યુવાનો અને મહિલાઓની સ્થિતિ શું છે..

ભારતના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી ક્રિસિલ અને 360 ONE વેલ્થ દ્વારા જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી મુકેશ અંબાણી અને અનિલ અંબાણી એમ એ બે અંબાણી બંધુઓ ધનિકોની યાદીમાં ચમકતા રહેતા હતા. પરંતુ નવી જાહેર થયેલ ધનિકોની યાદીમાં મુકેશ અને અનિલ નહીં પરંતુ બીજા અંબાણી બંધુઓ ચમક્યા છે.
360 ONE વેલ્થ અને ક્રિસિલના નવા સંપત્તિ અભ્યાસ મુજબ, બંને ભાઈઓ 3.59 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક સંપત્તિ સર્જકો તરીકે ઉભરી આવ્યા છે. અહેવાલમાં 2,013 ભારતીય સંપત્તિ સર્જકોની વિગતો આપવામાં આવી છે, જેમની કુલ સંપત્તિ લગભગ 100 ટ્રિલિયન રૂપિયા છે, જે દેશના GDPના લગભગ એક તૃતીયાંશ છે. ચાલો જાણીએ અહેવાલ.
રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વર્ષો સુધી ધનિકોની યાદીમાં અંબાણી બંધુ તરીકે સ્થાન જમાવી રાખ્યું. પરંતુ તાજેતરમાં ક્રિસિલ અને 360 ONE વેલ્થ દ્વારા જાહેર કરાયેલ ભારતના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને અનંત અંબાણીએ સ્થાન મેળવ્યું છે. બન્ને ભાઈઓની કુલ સંપત્તિ આશરે 100 ટ્રિલિયન રૂપિયા થાય છે.
મુંબઈનું સ્થાન યથાવત
ભારતના ફાયનાન્સ કેપિટલ તરીકે મુંબઈએ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. અહીંના 577 સંપત્તિ સર્જકો, કુલ સંપત્તિના 40 % હિસ્સો ધરાવે છે. જ્યારે નવી દિલ્હી 17 % સાથે બીજા ક્રમે છે અને બેંગલુરુ 8 % સાથે ત્રીજા ક્રમે છે, તો અમદાવાદ 5 % સાથે ચોથા ક્રમે છે. ખાસ વાત એ છે કે ભારતમાં 143 યુવા સંપત્તિ સર્જકો 40 વર્ષથી ઓછી ઉંમરના છે, જેઓ ડિજિટલ-ફર્સ્ટ સાહસોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમાંથી, BharatPe ના શાશ્વત નાકરાણી સૌથી યુવા સંપત્તિ સર્જક છે, તેમની ઉંમર 27 વર્ષ છે.
જેમની સંપત્તિ 100 અબજથી વધુ
અહેવાલ મુજબ, સંપત્તિ કેન્દ્રીકરણ ખૂબ ઊંચું છે. 161 વ્યક્તિઓ પાસે 100 અબજ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે 169 લોકો 50-100 અબજ રૂપિયાની રેન્જમાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ અને અદાણી ગ્રુપ જેવા મોટા બિઝનેસ હાઉસના પરિવારો અને પ્રમોટર્સ કુલ પ્રમોટર સંપત્તિના 24 % એટલે કે 36 લાખ કરોડ રૂપિયા ધરાવે છે.
કયા ક્ષેત્રમાં સૌથી ધનિકો છે ?
બેંકિંગ, ટેલિકોમ અને ઉડ્ડયન ક્ષેત્રોમાં સરેરાશ વ્યક્તિગત સંપત્તિ રૂ. 7900 કરોડથી રૂ. 8500 કરોડની છે. ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં સૌથી વધુ ધનિક લોકો છે, ત્યારબાદ નાણાકીય સેવાઓ અને આઇટીનો ક્રમ આવે છે. દેશની 24% સંપત્તિ મહિલાઓ પાસે છે, જેમાં ૩૩% ફાર્મા ક્ષેત્રમાં અને 24% નાણાકીય સેવાઓમાં છે. ઈશા અંબાણી આ યાદીમાં સૌથી ધનિક મહિલા છે. તે જ સમયે, 72 મહિલાઓ વ્યવસાયમાંથી સક્રિય રીતે પૈસા કમાઈ રહી છે, જેમાંથી 21 પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે.
સંપત્તિ લિસ્ટેડ કંપનીઓ પર આધારિત છે
રિપોર્ટ મુજબ, 93% સંપત્તિ જાહેરમાં સૂચિબદ્ધ કંપનીઓ સાથે જોડાયેલી છે, જ્યારે બાકીની 7% અનલિસ્ટેડ કંપનીઓ પાસેથી આવે છે. 50 ટ્રિલિયન રૂપિયા પ્રમોટર ટ્રસ્ટ અને નિયંત્રિત સંસ્થાઓ પાસે છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ મળીને રૂ. 8.2 ટ્રિલિયનની સંપત્તિ ધરાવે છે.
યુવા ઉદ્યોગસાહસિકો પર નજર
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 62% સંપત્તિ સર્જકો હજુ પણ તેમના વ્યવસાયમાં સક્રિય છે, જ્યારે 40% નિષ્ક્રિય સંપત્તિ ધારકો છે. 40 વર્ષથી ઓછી ઉંમરના પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોની સંપત્તિનો 60% હિસ્સો બ્રોકિંગ, ફિનટેક, એડટેક અને ઈ-કોમર્સ જેવા પ્લેટફોર્મ પરથી આવે છે. આમાંથી 30 ઉદ્યોગસાહસિકો AI, SaaS અને બાયોટેક જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં વાતચીત કરી રહ્યા છે. ભારતના ટોચના 50 બિઝનેસ હાઉસ 59% ટ્રેક્ડ એસેટ્સ ધરાવે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઇઝનો હિસ્સો 12% છે.