Breaking News : જામનગરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપાએ ફરી ડિમોલિશન કામગીરી શરુ કરી, જુઓ વીડિયો
જામનગર શહેરમાં રવિવારે વહેલી સવારે પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 8 JCB, 6 ટ્રેક્ટર અને 50 જેટલાં કર્મચારી ડિમોલિશન કામગીરીમાં જોડાયા છે. આવાસ માટેની જમીન ખાલી કરાવવામાં આવી છે,
જામનગર મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે.આ વખતે ભાજપને 16 વોર્ડ માંથી 15 વોર્ડમાં પેનલ જીતી થઈ છે. હવે પાર્ટી અંદર કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે.જામનગરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી ફરી શરૂ કરી છે.ઈસ્કોન મંદિર સામે રોડ પર ડિમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ 1 લાખ 20 હજાર ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
50 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા
આવાસ માટેની જમીન ખાલી કરાવવામાં આવી છે,16 જેટલા આસામીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે.આ સાથે તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ હટાવવામાં આવ્યા છે.કાર્યવાહીમાં 8 JCB અને 6 ટ્રેક્ટરનો ઉપયોગઅંદાજે 50 કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે.પીજીવીસીએલની ટીમ પણ સાથે હાજર રહી છે.તમને જણાવી દઈએ કે,થોડા દિવસ પહેલા દ્વારકા રૂપેણ બંદર દરિયા કાંઠા નજીક બાદ ઓખા પાલિકા વિસ્તારના ભીમ રાણા ખાતે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છએ. આ સાથે કરોડો ની કીમતી જગ્યા ઓ ખાલી કરાવી છે.
2500 સ્ક્વેર મીટર ના ત્રણ મોટા ધાર્મિક દબાણો દૂર કરી કુલ સવા બે કરોડ ની કીમતી જગ્યાઓ પણ બુલડોઝર ફેરવી દીધું ઉલ્લેખનીય છે કે છેલ્લા બે થી ત્રણ માસ થી આ અંગે નોટિસો આપવામાં આવી હતી. ત્યારે ઓખા બાદ જામનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવ્યા છે.
Breaking News : જામનગરમાં ગુજસીટોકના બે આરોપી જેલમાથી ચૂંટણી જીત્યા વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
