Nexus Select Trust REIT IPO Allotment Status : તમને શેર મળ્યા કે નહીં? જાણો આ બે રીતે
Nexus Select Trust REIT IPO Allotment Status : આ IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 95 થી રૂ. 100 પ્રતિ શેર હતી. ગ્રે માર્કેટ મુજબ કંપનીનો સ્ટોક રૂ.105ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. આ IPO 9મી મેના રોજ ખુલ્યો હતો અને 11મી મેના રોજ બંધ થયો હતો.

Nexus Select Trust REIT IPO Allotment Status : Nexus Select Trust REIT IPO માં શેરની ફાળવણી આજે થઇ રહી છે. શેર ફાળવણી પહેલા ગ્રે માર્કેટ શેર પ્રીમિયમ સારા સંકેત દર્શાવે છે. બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર Nexus Select Trust REITનો શેર સોમવારે ગ્રે માર્કેટમાં રૂપિયા 5ના પ્રીમિયમ (Nexus Select Trust REIT IPO GMP) પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ IPOમાં પ્રાઇસ બેન્ડ રૂ. 95 થી રૂ. 100 પ્રતિ શેર હતી. ગ્રે માર્કેટ મુજબ કંપનીનો સ્ટોક રૂ.105ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. આ IPO 9મી મેના રોજ ખુલ્યો હતો અને 11મી મેના રોજ બંધ થયો હતો. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ એ ભારતનો પ્રથમ REIT (Real Estate Investment Trust) IPO છે. તે રિટેલ રિયલ એસ્ટેટ એસેટ્સ દ્વારા સમર્થિત છે.
આ રીતે Allotment ની સ્થિતિ જુઓ
Nexus Select ના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઈટ પર તેમના શેરની ફાળવણીની સ્થિતિ ચકાસી શકે છે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
- સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
- અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
- હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
- તમારો એપ્લિકેશન નંબર લખો.
- પાન નંબર દાખલ કરો
- હવે Search પર ક્લિક કરો.
- હવે આખી વિગત તમને જોવા મળશે.
રજીસ્ટ્રાર ની વેબસાઈટ ઉપર શેરની ફાળવણી તપાસવાની પ્રક્રિયા
- રજિસ્ટ્રારના વેબ પોર્ટલની મુલાકાત લો
- IPO નું નામ ડ્રોપબોક્સમાં દેખાશે તેના પર ક્લિક કરો
- તમારે ત્રણમાંથી એક મોડલ પસંદ કરવાનું રહેશે. 1. એપ્લિકેશન નંબર 2. ડીમેટ એકાઉન્ટ નંબર 3. PAN ID
- એપ્લિકેશન પ્રકારમાં ASBA અને NON-ASBA પૈકી એક પસંદ કરો
- કેપ્ચા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. હવે તમે તમારી ફાળવણીની સ્થિતિ જોશો.
કંપનીનો કારોબાર શું છે?
કંપનીના દેશના 14 મોટા શહેરોમાં લગભગ 17 મોલ છે. આ તમામ શોપિંગ મોલ 1 કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જેનું માર્કેટ 24,400 કરોડ રૂપિયા છે. કંપનીએ દેશનું પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક અને પછી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT લોન્ચ કર્યું છે. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે દક્ષિણ દિલ્હીમાં સિલેક્ટ સિટીવોક મોલનો પણ સમાવેશ કર્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન-પ્રાયોજિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે તેના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો છે.