Nexus Select Trusts IPO : દેશની પ્રથમ રિટેલ પ્રોપર્ટી REIT નો IPO ખુલ્યો, જાણો GMP સહિતની યોજનાની વિગતવાર માહિતી

આજે શેરબજારમાં Nexus Select Trust નો IPO ખુલ્યો છે. કંપનીનો IPO માં આજે 9 મેના રોજ રોકાણ કરી શકાશે. નેક્સસ સિલેક્ટના આઈપીઓનું કદ રૂપિયા 3200 કરોડ છે. આમાં ફ્રેશ ઈશ્યુ તેમજ ઓફર ફોર સેલ હેઠળ શેર ફાળવવામાં આવશે.

Nexus Select Trusts IPO :  દેશની પ્રથમ રિટેલ પ્રોપર્ટી REIT નો IPO ખુલ્યો, જાણો GMP સહિતની યોજનાની વિગતવાર માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 8:28 AM

Nexus Select Trusts IPO : IPO દ્વારા શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. આજે શેરબજારમાં Nexus Select Trust નો IPO ખુલ્યો છે. કંપનીનો IPO માં આજે 9 મેના રોજ રોકાણ કરી શકાશે. નેક્સસ સિલેક્ટના આઈપીઓનું કદ રૂપિયા 3200 કરોડ છે. આમાં ફ્રેશ ઈશ્યુ તેમજ ઓફર ફોર સેલ હેઠળ શેર ફાળવવામાં આવશે. તમને જણાવી દઈએ કે નેક્સસ REIT સેગમેન્ટની પહેલી કંપની હશે જે શેરબજારમાં લિસ્ટ થશે.

આ ભારતનો પહેલો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલેકે REIT IPO હશે જેને રેન્ટલ રિટેલ રિયલ એસ્ટેટ એસેટ્સ દ્વારા સમર્થન આપવામાં આવશે. હાલમાં સ્ટોક એક્સચેન્જો પર ત્રણ લિસ્ટેડ REIT છે પરંતુ તમામ ઓફિસ એસેટ દ્વારા સપોર્ટેડ છે. કંપની તેના રિટેલ REIT IPO દ્વારા રૂપિયા  3,200 કરોડ એકત્ર કરશે.

આ પણ વાંચો : સરેરાશ એક વ્યક્તિનો પગાર કેટલો હોવો જોઈએ? World of Statistics એ 100 થી વધુ દેશોના આંકડા જાહેર કર્યા, જાણો ભારતનું સ્થાન

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

GMP કેટલું છે?

ટોચના સ્ટોક બ્રોકરના અહેવાલ મુજબ સોમવારે કંપનીના શેર 5 રૂપિયાના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. જે IPO ખુલતા પહેલા રોકાણકારો માટે સારો સંકેત છે. હવે જોવાનું એ રહેશે કે આ IPOને રોકાણકારો કેવો પ્રતિસાદ આપે છે.

11 મે સુધી બિડ કરી શકશે

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો IPOમાં રોકાણકારો તેમાં 11 મે સુધી બિડ કરી શકશે. IPO બિડિંગ પૂર્ણ થયા બાદ તેના શેરની ફાળવણી 16 મેના રોજ થશે. જેમને 17 મેના રોજ શેર નહીં મળે તેવા રોકાણકારોના ખાતામાં પૈસા પરત કરવામાં આવશે. તે 19 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. IPOનું કુલ કદ 3200 કરોડ છે. તેમાંથી રૂ. 1400 કરોડના શેર જારી કરવામાં આવશે. જ્યારે હાલના રૂ. 1,800 કરોડના રોકાણકારો તેમના શેર વેચાણ માટે મૂકશે.

આ પણ વાંચો : Share Market Closing: સેન્સેક્સ 709 પોઈન્ટના વધારા સાથે 61,764 પર બંધ, અદાણીના શેરમાં ઘટાડો, 2 શેરમાં લોઅર સર્કિટ લાગી

કંપનીનો કારોબાર શું છે?

કંપનીના દેશના 14 મોટા શહેરોમાં લગભગ 17 મોલ છે. આ તમામ શોપિંગ મોલ 1 કરોડ ચોરસ ફૂટમાં ફેલાયેલા છે, જેનું માર્કેટ 24,400 કરોડ રૂપિયા છે. કંપનીએ દેશનું પ્રથમ REIT એમ્બેસી ઓફિસ પાર્ક અને પછી માઇન્ડસ્પેસ બિઝનેસ પાર્ક REIT લોન્ચ કર્યું છે. નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે દક્ષિણ દિલ્હીમાં સિલેક્ટ સિટીવોક મોલનો પણ સમાવેશ કર્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોન-પ્રાયોજિત નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે તેના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે તેનો ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">