લઘુ ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર, કોરોનાકાળ દરમિયાન જપ્ત કરાયેલી ડિપોઝીટની રકમ પરત મળશે, 30 જૂન સુધી અરજી કરી શકાશે

નાણા મંત્રાલય હેઠળના વિભાગે મંગળવારે Vivad se Vishwas I – Relief for MSMEs હેઠળ રાહત યોજનાના પ્રારંભની જાહેરાત કરી છે.નાણા મંત્રાલયે  Micro, Small and Medium Enterprises એટલેકે MSMEને રાહત આપી છે.મંત્રાલયે કહ્યું કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM) એ યોજનાના અમલીકરણ માટે એક અલગ 'વેબ પેજ' તૈયાર કર્યું છે. પાત્ર દાવાઓની પ્રક્રિયા ફક્ત GeM દ્વારા જ થશે.

લઘુ ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર, કોરોનાકાળ દરમિયાન જપ્ત કરાયેલી ડિપોઝીટની રકમ પરત મળશે, 30 જૂન સુધી અરજી કરી શકાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 10:32 AM

Vivad se Vishwas I : નાણા મંત્રાલયે  Micro, Small and Medium Enterprises એટલેકે MSMEને રાહત આપી છે. આ અંતર્ગત નાના સાહસોને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે કે તેઓ પર્ફોર્મન્સ સિક્યોરિટી પાછી ખેંચી લેવા અથવા કોવિડ-19 સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ પૂર્ણ ન થવાના કિસ્સામાં સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના એકમો દ્વારા જપ્ત કરવામાં આવેલી બિડ સિક્યોરિટી માટે અરજી સબમિટ કરી શકે છે. આ  માટે 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે.

નાણા મંત્રાલય હેઠળના વિભાગે મંગળવારે Vivad se Vishwas I – Relief for MSMEs હેઠળ રાહત યોજનાના પ્રારંભની જાહેરાત કરી છે. આ વર્ષના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરાયેલી યોજના મુજબ મંત્રાલયોને કોવિડ મહામારી દરમિયાન જપ્ત કરવામાં આવેલ પરફોર્મન્સ સિક્યોરિટી, બિડ સિક્યોરિટી અને લિક્વિડેટેડ નુકસાની રિફંડ કરવા માટે કહેવામાં આવ્યું છે જે કોવિડને કારણે સરકારી કોન્ટ્રાક્ટનો અમલ કરવામાં અસમર્થ હતા.

યોજના ક્યારે શરૂ થશે?

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ યોજના 17 એપ્રિલ 2023થી શરૂ થશે અને દાવાઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. આ યોજના હેઠળ મંત્રાલયોને કોવિડ-19 રોગચાળા દરમિયાન જપ્ત કરાયેલી પરફોર્મન્સ સિક્યોરિટી, બિડ સિક્યોરિટી અને નુકસાનના બદલામાં કાપવામાં આવેલી રકમના 95% રિફંડ કરવા માટે કહેવામાં આવ્યું છે. કોવિડ-19 ના સમયગાળા દરમિયાન 31 માર્ચ, 2022 સુધીના સમયગાળા દરમિયાન કરારના અમલમાં ડિફોલ્ટ માટે પ્રતિબંધિત MSMEsને કેટલીક રાહત પણ આપવામાં આવી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો : Flying Car : કરોડોની કિંમતના પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર ખરીદવાની ક્ષમતા નથી? ચિંતા ન કરો માત્ર 7 લાખ રૂપિયામાં આ કંપની તમારું સપનું પૂરું કરશે, જુઓ Video

કોણ દાવો કરવા પાત્ર હશે

MSME મંત્રાલય સાથે  નોંધાયેલા તમામ કોન્ટ્રાક્ટર અથવા સપ્લાયર કોન્ટ્રેક્ટ માટે જપ્ત કરાયેલી રકમના રિફંડનો દાવો કરવા માટે પાત્ર હશે જેની મૂળ ડિલિવરી અથવા કરાર પૂર્ણ થવાનો સમયગાળો 19 ફેબ્રુઆરી 2020 થી માર્ચ 31, 2022 સુધીનો હતો .

મંત્રાલયે કહ્યું કે ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM) એ યોજનાના અમલીકરણ માટે એક અલગ ‘વેબ પેજ’ તૈયાર કર્યું છે. પાત્ર દાવાઓની પ્રક્રિયા ફક્ત GeM દ્વારા જ થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">